શહેરના સરથાણા વિસ્તારમાં સગા મામાએ 14 વર્ષની ભાણી પર બળાત્કાર ગુજારતા ચારે તરફ હંગામો મચી ગયો હતો. કામરેજ પાસે લસકાણા ગામે ભાડાના મકાનમાં રહેતા પરિવારની 14 વર્ષની સગીરા પર વહેલી સવારે મકાનના ધાબા પર બળાત્કાર ગુજાર્યો હતો.
સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે,નાનપણથી બહેન -બનેવી સાથે રહેતા 24 વર્ષના યુવકે પોતાની જ 14 વર્ષની ભાણી પર નજર બગાડી હતી. રવિવારે આખો પરિવાર ધાબા પર સુતો હતો, ત્યારે યુવકની દાનત બગડી અને તેણે ભાણી પર જ બળાત્કાર ગુજાર્યો.
સોમવારે સાંજે તેની માચા નોકરી પરથી પરત આવતા દીકરીએ માતાને તમામ હરકત વિશે જાણ કરી કરતા તેમણે તેના સગા ભાઈ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ તે યુવકની ધરપકડ કરી લીધી છે. યુવતીને હાલ મેડિકલ સારવાર માટે મોકલવામાં આવી છે.