સુરતની માથાભારે ભુરી ઉર્ફે લેડી ડોનની પોલીસે અંતે ધરપકડ કરીને જેલમાં ધકેલી છે. તેના આતંકથી લોકો ખુબ પરેશાન હતા. સોશિયલ મીડિયામાં તેનો ધાક-ધમકી અને મારપીટનો વીડિયો વાયરલ થયા બાદ તે ખુબ ચર્ચામાં આવી હતી. અંતે પોલીસે તેને જેલમાં ધકેલી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ,સુરતની લેડી ડોન તરીકે જાણાતી બનેલી મિતા ઉર્ફે ભુરીની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને હાલ વડોદરા જેલમાં ધકેલવામાં આવી છે. પોલીસે ભયજનક વ્યક્તિ તરીકે તેની ધરપકડ કરી છે.
વરાછા વિસ્તારમાં તેણે ધણી વાર મારામારી અને લુટ-ફાટ કરી છે. કેટલાક ધાતક શસ્ત્રો સાથે પણ તે દાદાગીરી કરતી જોવા મળી છે. પોલીસે અત્યાર સુધીમાં 3 થી વધારે કેસોમાં તેની ધરપકડ કરી છે. ભુરીએ આ પહેલા કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પણ તે નામંજૂર થઈ હતી. જો કે જેલની હવા ખાઈને તેના તેવર નબળા પડ્યા હતા અને તેમે કોર્ટમાં માફી માંગી હતી અને બીજી વખત આવી ભુલ નહી કરે એવું કબુલ્યુ છે.