શહેરના લોકો માટે મુરત કોઇ પણ સમયનુ નિકળશે પરંતુ ફટાકડા તો શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ જ ફોડવા પડશે. જો આમ નહી કરવામાં આને તો પોલીસ જાહેરનામાના ભંગનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરશે. રાત્રે 8થી 10 કલાક દરમિયાન જ ફટાકડા ફોડવાના રહેશે, મોટા પ્રમાણમાં અવાજ, સીરીજ ફટાકડા ફોડી શકાશે નહી, રાખી શકાશે નહી અને વેચાણ પણ કરી શકાશે નહી.
સાઇલેન્ટ ઝોનના 100 મીટર દુર ફોડવાના રહેશે. વિદેશી ફટાકડા વેબસાઇટો અને ઓન લાઇન લે-વેચ થઇ શકશે નહી. ચાઇનીઝ તુક્કલ કે અન્યનુ ઉત્પાદન, વેચાણ કે ઉડાડી શકાશે નહી. શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જાહેરનામુ બહાર પાડયું છે જેના કારણે શહેરના લોકો પોતાનું મુહૂર્ત સાચવી શકશે નહી.
જાહેરનામામાં જણાવવામાં આવ્યુ છે કે, ફટાકડાની લૂમ એટલે કે સીરીઝ બંધ ફટાકડાથી હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા હોવાથી રાખી, ફોડી કે વેચાણ કરી શકાશે નહી. PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વની વાળા ફટાકડા વેચી અને ફોડી શકાશે. બોક્સ પર PESOની સૂચના પ્રમાણેનુ ર્માિકગ જરુરી રહેશે. વિદેશી ફટાકડા લાવી, વેચી કે ફોડી શકાશે નહી.ઇ-કોમર્સ, ફ્લીપકાર્ડ, એમેઝોન સહિતની વેસબાઇટો ઓનલાઇન ફટાકડા વેચી નહી શકે. લોકોને અવગઢ ઊભી ન થાય અને સળગી ઉઠે તેવા પદાર્થોના સંગ્રહ કરેલા ગોદામો હવાઇ મથકની નજીક ફટાકડા ફોડાશે નહી.