છેલ્લા ઘણા સમયથી અભિનેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના સંબંધો ચર્ચામાં છે. થોડા થોડા સમયે બંને એકબીજા સાથે જોવા મળતા હોય છે. ચર્ચાઓ એવી પણ છે કે, આ બંને છેલ્લા કેટલાંક વર્ષોથી રિલેશનમાં છે પરંતુ આ સંબંધોને તે જાહેર કરી રહ્યા નથી.
આ ચર્ચાઓ વચ્ચે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાની સાથે ડિનર ડેટ માણતા નજરે પડ્યા હતાં. મલાઈકા અને અર્જુનના અંદાજને જોઈ તેમના લગ્નની ચર્ચાઓએ પણ વેગ લીધો છે. બંને પોતાના સંબંધોને જાહેર કરી 2019માં લગ્ન કરશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે.
મંગળવારે બંને ડેટ પર ગયા હતા. જોકે મીડિયાની નજરથી બંને બચી શક્યા નહતાં અને કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે રેસ્ટોરન્ટમાં મલાઈકા અને અર્જુન ડિનર માટે પહોંચ્યા હતા ત્યાં જ વરૂણ ધવન પણ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે જોવા મળ્યો હતો.