સમગ્ર સુરત શહેરને હચમચાવી નાખે એવો કિસ્સો સામે આવ્યો છે. એક નરાધમ બાપે પોતાની સગી દિકરી પર જ દાનત બગાડી હતી. પત્નીના મૃત્યુ બાદ તનવીર નામનો આ હેવાન બાપ 4 વર્ષ સુધી પોતાની 14 વર્ષની માસુમ બાળા પર બળાત્કાર ગુજારતો રહ્યો. પત્નીના મૃત્યુ બાદ બાપની હેવાની ફિતરત બહાર આવી અને તેણે પોતાની માસુમ દિકરી પર દાનત બગાડી.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના કોસાડ આવાસમાં રહેતો તનવાર મજૂરી કામ કરે છે. પત્નીના મૃત્યુ બાદ તેની શેતાની ફિતરત બહાર આવતા તેણે પોતાની દિકરી પર નજર બગાડી અને તેનું શારિરીક શોષણ કર્યું હતું. પત્નીના મૃત્યુ બાદ દિકરી તેના નાનીને ત્યાં રહેતી હતી. આ નરાધમ બાપ જ્યારે તેની દિકરીને લેવા ગયો ત્યારે દિકરીએ આવવાની ના પાડતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ACP બી સી ઠક્કરે આ સમગ્ર કેસ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઘટના અંગે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પીડિતા સગીર વયની છે અને તેના પિતા દ્વારા જ તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. હાલ આરોપીની ધરપકડ કરીને પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.