ખેડૂતો અને આદિવાસી લોક સંઘર્ષ સમિતિના બેનર હેઠળ લગભગ 30 હજાર ખેડૂતો પોતાની માંગને લઈને પ્રદર્શન કરતા મુંબઈ નજીક થાણે પહોંચી ગયા છે. ખેડૂતો થાણેથી મુંબઈ માટે રવાના થઈ ગયા છે. ખેડૂતોની આ રેલી મુલુંદથી નીકળીને આઝાદ મેદાન સુધી જશે. અહીંયા બે દિવસની રેલીનુ સમાપન 22 નવેમ્બરે થશે. અગાઉ રેલીમાં આવુ જ મોટુ પ્રદર્શન થયુ હતુ. જ્યારે 25 હજાર ખેડૂતો નાસિકથી મુંબઈ આવ્યા હતા.
મુખ્ય રીતે લોડ શેડિંગની સમસ્યા, વનાધિકાર કાનૂન લાગુ કરવા, દુષ્કાળથી રાહત, ઓછુ સમર્થન મૂલ્ય, સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવા જેવી માગો સાથે આ ખેડૂત રસ્તા પર ઉતરી ગયા છે. ખેડૂતોનુ કહેવુ છે કે ગત પ્રદર્શનને લગભગ 9 મહિના થઈ ગયા છે. જેમાંથી ખેડૂતોને આપવામાં આવેલા આશ્વાસન હજુ સુધી પૂરા થયા નથી.
ખેડૂતોના આ આંદોલનમાં કેટલાક સામાજિક કાર્યકર્તા અને ખેડૂત આંદોલનો સાથે જોડાયેલા લોકો સામેલ છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યુ છે કે જો મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ ઠોસ આશ્વાસન આપવામાં આવે તો આંદોલનને વધારે આગળ વધારી શકાય છે.