Lok Sabha Elections: આવતીકાલે છઠ્ઠા તબક્કાના મતદાનમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ તથા શાસક અને વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ઘડાશે. છઠ્ઠા તબક્કાના ઉમેદવારોમાંથી 338 ઉમેદવારો કરોડપતિ, તો કેટલાક ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે પ્રચાર ગુરુવારે સમાપ્ત થયો. રાષ્ટ્રીય રાજધાની સિવાય ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આઠ-આઠ, ઓડિશામાં છ, ઝારખંડમાં ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. અત્યાર સુધીમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 543 માંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અંતિમ તબક્કા હેઠળ પહેલી જૂને મતદાન થવાનું છે અને ચોથી જૂને મતગણતરી થશે.
છઠ્ઠા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં સંબલપુર (ઓડિશા) થી ધર્મેન્દ્ર પ્રધાન (ભાજપ), ઉત્તર પૂર્વ દિલ્હીથી મનોજ તિવારી (ભાજપ) અને કન્હૈયા કુમાર (કોંગ્રેસ), સુલતાનપુર (ઉત્તરપ્રદેશ) થી મેનકા ગાંધી (ભાજપ), અનંતનાગથી મહેબુબા મુફ્તી છે. પ્રરાજૌરી (જમ્મુ અને કાશ્મીર) (પીડીપી), તમલુક (પશ્ચિમ બંગાળ) થી અભિજીત ગંગોપાધ્યાય (બીજેપી), કરનાલથી મનોહર લાલ ખટ્ટર, કુરૂક્ષેત્રથી નવીન જિંદાલ અને ગુરુગ્રામ સીટથી સેરાવ ઈન્દ્રજીત સિંહ છે.
ઝારખંડની ચાર લોકસભા બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર પણ ગુરુવારે સમાપ્ત થઈ ગયો છે. આ તબક્કામાં રાજ્યની 40.09 લાખ મહિલાઓ સહિત 82.16 લાખથી વધુ મતદારો મતદાન કરશે.
પશ્ચિમ બંગાળની તમલુક, કાંથી, ઘાટલ, ઝારગ્રામ, મેદિનીપુર, પુરૂલિયા, બાંકુરા અને બિષ્ણુપુર લોકસભા બેઠકો પર પ્રચાર સમાપ્ત થયો. રાજ્યમાં છેલ્લા તબક્કાના મતદાનમાં 73.63 લાખ પુરુષો, 71.70 લાખ મહિલાઓ અને ૧133 ટ્રાન્સજેન્ડર મતદારો 15,600 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
પશ્ચિમ બંગાળની આઠ લોકસભા બેઠકો પર કુલ 79 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
જેમાંથી મહત્તમ 13 ઉમેદવારો બાંકુરા અને ઝારગ્રામના છે. 12 પુરૂલિયાના છે અને મેદિનીપુર અને તમલુકના નવ-નવ ઉમેદવારો છે.
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાજ્યના ઘણાં દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ દાવ પર છે. જેમાં ઘાટલના તૃણમુલ કોંગ્રેસના સાંસદ, દીપક અધિકારી, ભાજપના મડગપુર સદરના ધારાસભ્ય હિરણ્યમ ચટ્ટોપાધ્યાય અને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અગ્નિમિત્રા પૌલ સામે છે. બીજેપીએ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ અભિજિત ગંગોપાધ્યાયને નેટમાલુકમાંથી મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેંદુ અધિકારીને કાંઠી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પુરૂલિયા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા નેપાલ મહતો ટીએમસીના શાંતિરામ મહતો સામે ચૂંટણી લડી રહ્યા છે.
હરિયાણાની 10 લોકસભા સીટો માટે ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર અને કુમારી સેલજા, બે કેન્દ્રીય પ્રધાનો અને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. રાજ્યની 10 સંસદીય બેઠકો પર 16 મહિલાઓ સહિત રર૩ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં રાવ ઈન્દ્રજીતસિંહ અને કળષ્ણ પાલ ગુર્જર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દીપેન્દ્રસિંહ હુડ્ડાનો સમાવેશ થાય છે. પૂર્વ મુખ્યમંત્રી ખટ્ટરના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા પછી ખાલી પડેલી કરનાલ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે નવ ઉમેદવારો મેદાનમાં છે.
લોકસભાની ચૂંટણીના છેલ્લા બે તબક્કાનું મતદાન થવાનું બાકી છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં 58-58 લોકસભા સીટો માટે મતદાન થવાનું છે. છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પરથી 869 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કામાં 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.