અમદાવાદમાં ઈન્ટરનેટ પર જાહેરખબર જોવાના રૂપિયા આપવાની લાલચ આપીને વિનય શાહ અને ભાર્ગવી શાહ નામનું દંપતિ લોકોના રૂપિયા 260 કરોડ લઈને ફરાર થઇ ગયા હતા. આ કૌભાંડનો સૂત્રધાર વિનય શાહ અંતે ઝડપાયો છે. નેપાળ પોલીસે વિનય શાહને કાઠમંડુની હોટલમાંથી ઝડપી લીધો છે.
વિનય શાહ તથા ભાર્ગવી શાહ નામના આ દંપતિએ થલતેજમાં વર્લ્ડ ક્લેવરેક્સ-આર્ચર ડીજી કંપનીના નામે ઓફિસ ખોલીને લોકોને કરોડોમાં નવડાવી દીધા છે. આ કૌભાંડ પછી વિનય શાહ ભાગીને નેપાળમાં જતો રહ્યો હતો જ્યારે તેની પત્ની ભાર્ગવી શાહ દીલ્હીમાં છે તેવા અહેવાલ મળ્યા હતા. સમગ્ર રાજયમાં હાલ ચર્ચાસ્પદ બનેલા વિનય શાહના એકના ડબલ કરી આપવાની સ્કીમનું ઉઠામણું થઈ ગયા બાદ કુલ 260 કરોડનું કૌભાંડ બહાર આવ્યું હતુ.
નેપાળની પોલીસ દ્વારા વિનય શાહની ધરપકડ કરવામાં આવી છે. કૌભાંડી વિનય શાહને ટૂંક જ સમયમાં કાયદાકીય પ્રક્રિયા પુરી કરીને ભારત લાવવામાં આવશે.
વિશ્વસનીય માહિતી પ્રમાણે નેપાળમાં વિનય શાહ થોડા દિવસથી ત્યાં સામાન્ય જીવન જીવી રહ્યો હતો. આસપાસના લોકોને શંકા ગઇ હતી કે વિનય શાહ પાસે મોટા પ્રામાણમાં ડોલર અને યુરો હતાં. તસવીરમાં તેની સાથે દેખાતી મહિલા ચંદા થાપા કાઠમંડુની મહિલા છે તેવી માહિતી મળી રહી છે. આ મહિલાની ઉંમર 29 વર્ષની છે. ગુનો ગેરકાયદેસરની વિદેશી મુદ્રાનો ગુનો હાલ લાગ્યો છે. હાલ તે બંન્ને નેપાળ પોલીસ પાસે છે.’
વિનય શાહ નેપાળના પોખરાની એક હોટલમાંથી ઝડપાયો ત્યારે તેની પાસે 30 લાખની નેપાળની કરન્સી અને ડોલર પણ હતાં. સીઆઈડી ટીમની એક ટીમ નેપાળ જવા રવાના થઇ છે. ભારત અને આઈબીની ટીમે સાથે મળીને ફરાર વિનય શાહને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસનું કહેવું છે કે વિનય શાહના પાસપોર્ટ પર કોઇ જ દેશના સિક્કા વાગ્યા ન હતાં. તેથી પોલીસને શક હતો જ કે તે ભારતની આસપાસ હોવો જોઇએ. તે વાતો કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરતો હતો. તેથી તેનું લોકેશન પણ ટ્રેસ થયુ હતું.