Loksabha Election: આવતીકાલે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા જ શાસક પક્ષ અને વિપક્ષોએ વિજયના દાવા તો કર્યા છે, પરંતુ તેઓના આંતરિક સર્વેમાં ચિત્ર સ્પષ્ટ થતું નથી અને કન્ફ્યુઝન છે, તેવી વાતો વહેતી થઈ છે. આજે પ્રચાર-પડઘમ શાંત થયા પછી ડોર-ટ-ડોર પ્રચાર થઈ રહ્યો છે અને પીએમ મોદી કન્યાકુમારીમાં ધ્યાનમાં બેસી ગયા છે!
એક્ઝિટ પોલ્સ કેટલા વિશ્વસનિય?
લોકસભાની ચૂંટણીના તમામ તબક્કા પૂરા થયા પછી 4 જૂને પરિણામો આવશે, પરંતુ તે પહેલા છેલ્લા તબક્કાના મતદાન પછી નિયત સમયાંતરે એક્ઝિટ પોલ્સ પણ રજૂ થવાના છે, તેની તૈયારીઓ પણ વિવિધ સર્વે એજન્સીઓ તથા મીડિયા હાઉસ કરી રહ્યા હશે. એક્ઝિટ પોલ્સ કેટલા સાચ પડે છે, અને કેટલા ખોટા ઠરે છે, તેના કરતા યે તેના આધારે રાજકીય પક્ષોમાં થતી હલચલ અને હિલચાલ પણ મહત્ત્વપૂર્ણ હોય છે. જે ઘણી વખત મનોરંજન પણ બની જતી હોય છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભવિષ્યવાણી કરી છે કે, આ વખતે ભાજપ 140 બેઠકો પણ માંડ મેળવશે, જ્યારે કેટલાક વિપક્ષી નેતાઓ ઈન્ડી એલાયન્સની 300 થી વધુ બેઠકોનો દાવો પણ કરી રહ્યા છે, ત્યારે આવતીકાલે મતદાન પૂરૃં થયા પછી શરૂ થનારા એક્ઝિટ પોલ્સ શું કહે છે, તે જોવાનું રહે છે.
2014 થી 2022 વચ્ચે થયેલી લોકસભા-વિધાનસભાઓની ચૂંટણીઓના એક્ઝિટ પોલ્સને લઈને માથાપચ્ચી શરૂ થઈ ગઈ છે અને એક્ઝિટ પોલ્સ કેટલા સાચા પડે છે અને કેટલા ખોટા પડે છે, તેના વિશ્લેષણો પણ થઈ રહ્યા છે.
2019ના એક્ઝિટ પોલ્સ
2019 ના વિવિધ એક્ઝિટ પોલ્સ પર ઊડતી નજર કરીએ તો આજતક-એક્સિસ ઈન્ડિયાએ એનડીએને 339 થી 398, યુપીએને 77 થી 108 અને અન્યોને 79-111 બેઠકો મળશે, તેવી ધારણા કરી હતી. એબીપી-નીલ્સન દ્વારા એનડીએને 267, યુપીએને 127 અને અન્યોને 148, ઈન્ડિયા ટીવી-સીએનએક્સ દ્વારા એનડીએને 300, યુપીએને 120 અને અન્યોને 122, ન્યૂઝ-18-ઈપ્લોસ દ્વારા એનડીએને 336, યુપીએને 8ર અને અન્યોને 124, ન્યૂઝ-24-ચાણકયે એનડીએને 350, યુપીએને 95 અને અન્યોને 97, ટાઈમ્સના નાઉ-વીએમઆર દ્વારા એનડીએને 306, યુપીએને 13ર અને અન્યોને 104, ન્યૂઝ નેશન દ્વારા એનડીએને ર8ર થી ર90, યુપીએને 118-126 અને અન્યોને 130-138 અને રિપબ્લિક-સીવોટર દ્વારા એનડીેએને 305, યુપીએને 124 અને અન્યોને 113 બેઠકો મળશે તેવા અનુમાનો જાહેર કર્યા હતાં, જ્યારે પરિણામ આવ્યા ત્યારે ભાજપને 303 સહિત એનડીએને 353 બેઠકો મળી હતી. કોંગ્રેસને પર બેઠકો સહિત યુપીએને 92 અને અન્યોને 97 બેઠકો મળી હતી.