Saputara: ગીરીભાત સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘેરા વાદળોના આવરણને કારણે અદ્ભુત દૃશ્ય સર્જાય છે. સાપુતારા સહિતના તળેટીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા યાત્રાળુઓ ખુશ છે. સાપુતારામાં હવામાનમાં પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. રજાઓના કારણે સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગીરીભાત સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘેરા વાદળોના આવરણને કારણે અદ્ભુત દૃશ્ય સર્જાય છે. સાપુતારા સહિતના તળેટીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા યાત્રાળુઓ ખુશ છે. સાપુતારામાં હવામાનમાં પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. રજાઓના કારણે સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
આ સ્થળ મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલની વચ્ચે લગભગ 1000 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ વિસ્તાર ડુંગરાળ અને જંગલવાળો છે. ઉનાળામાં પણ અહીંનું તાપમાન 30 ડિગ્રીથી નીચે રહે છે. અહીંના સ્થાનિક લોકો આદિવાસી છે, જેઓ સરકારની વિનંતી પર સાપુતારામાં તેમના પૈતૃક રહેઠાણને ખાલી કરીને નવાનગરમાં રહેવા ગયા છે. તેઓ એકબીજા સાથેના સામાન્ય વ્યવહારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતમજૂરી , ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.
આ ઉપરાંત અહીંના લોકો મહુડાના ફૂલ અને બીજ, ખાખરાના પાન, તિમારુના પાન, સાગના બીજ, કરંજના બીજ જેવા જંગલમાંથી ગૌણ વન ઉત્પાદનો એકત્ર કરીને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.