India Forex Reserves
India Forex Reserves: 31 મેના રોજ પૂરા થતા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર $4.83 બિલિયનના ઉછાળા સાથે પ્રથમ વખત $650 બિલિયનને પાર કરી ગયો છે.
Foreign Exchange Reserves: દેશનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. મોનેટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામોની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે એક નવા સીમાચિહ્નને સ્પર્શતા, ભારતનું વિદેશી વિનિમય અનામત પ્રથમ વખત $650 બિલિયનને પાર કરી ગયું છે અને $651.5 બિલિયનની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું છે.
ફોરેક્સ રિઝર્વ ઓલ ટાઈમ હાઈ પર
ત્રણ દિવસ લાંબી આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ તેમના સંબોધનમાં, આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, એક નવા સીમાચિહ્નને સ્પર્શતા, 31 મે, 2024 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી વિનિમય અનામત $ 651.5 બિલિયનની ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. જ્યારે આ પહેલા 24 મે, 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 646.67 અબજ ડોલર હતો. એટલે કે આ સપ્તાહે વિદેશી મુદ્રા ભંડારમાં 4.83 અબજ ડોલરનો વધારો થયો છે.
બાહ્ય સૂચકાંકોમાં સુધારો
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ભારતનું બાહ્ય ક્ષેત્ર ગતિશીલ છે અને મુખ્ય બાહ્ય સૂચકાંકોમાં સતત સુધારો થઈ રહ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું, અમને વિશ્વાસ છે કે અમે અમારી બાહ્ય ધિરાણની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકીશું.
ફોરેક્સ રિઝર્વમાં કેમ વધઘટ થાય છે?
જ્યારે પણ આરબીઆઈ સ્થાનિક ચલણને નિયંત્રિત કરવા અથવા ડોલર સામે ચલણના ઘટાડાને રોકવા માટે હસ્તક્ષેપ કરે છે, ત્યારે વિદેશી મુદ્રા ભંડારમાં ફેરફાર જોવા મળે છે.