Shankar Chaudhary: ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સહારે અને ભાજપના સંગઠન પર જ નિર્ભર હતા. ગેનીબેને કોંગ્રેસનું કદ વધાર્યું છે. શંકર ચૌધરીએ ભાજપનું કદ ઘટાડ્યું છે. ગુજરાતમાં ભાજપે આ એક બેઠક ગુમાવી તેની દેશભરમાં ચર્ચા છે. શંકર ચૌધરીના તૂટતા કિલ્લામાં ગાબડું પાડી દીધું છે. ભાજપના કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ ઓછો થયો છે.
2017માં તેમણે આ જ બેઠક પરથી ભાજપના ‘મોટા નેતા’ અને તત્કાલીન રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરીને પણ હરાવ્યા હતા. વર્ષ 2022માં બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પરથી તેમણે 15601 મતોથી જીત મેળવી હતી. શંકર ચૌધરી વેર ઝેર રાખનારા છે. તે ગેનીબેન સામે વેરની વસુલાત કરવા માટે જીદે ભરાયા હતા. કારણ કે, ગેનીબેન કહે છે કે, વાવનો વટ મારી જનતા છે, દુનિયાની કોઈ એવી બેંક નથી કે મને ખરીદી શકે.
ગેનીબેનના વિવાદો
પહેલી જાન્યુઆરી 1975માં જન્મેલા ગેનીબેને પૉલિટિકલ સાયન્સમાં અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. બનાસકાંઠા જિલ્લાનાં પ્રમુખ હતા. 28 વર્ષથી રાજકારણમાં છે. સામાન્ય પરિવારના છે. પાછળ પિતાનું નામ લખે છે. પિતા નગાજી રવજી, માતા મસુ બહેનોને 3 દિકરા અને 2 દિકરીઓ. જેમાં ગેનીબેન એક. સૌથી મોટા ગેની બેન છે. ગેનીબેનના પતિ શંકરજી ગેમરજી ઠાકોર છે. એક પુત્ર છે, અશોક શંકરજી ઠાકોર તેમના પત્ની આરતી અશોક છે. ફાયરબ્રાન્ડ નેતા છે.
2012માં વાવ વિધાનસભા બેઠકની ચૂંઠણી હારી ગયા હતા. લોકપ્રિયતાના દમ પર જીતે છે. પોતાનાં દબંગ નિવેદનોથી ઘણી વાર વિવાદોમાં રહે છે. અપશબ્દો, વાંધાજનક ભાષા, અપરિણીત દીકરીઓ માટે મોબાઇલના ઉપયોગને પ્રતિબંધિત, બળાત્કારના આરોપીઓને સરાજાહેર આગ ચાંપવાની વાત, ભાજપના નેતાઓની હત્યાની વાત કરી હતી તે લોકોએ માફ કરી દીધી છે. રેખાબેનની સરખામણીએ ગેનીબેન આક્રમક નેતા છે. બેબાક શૈલી અને સ્પષ્ટ તથા બિંદાસ્ત નેતાની છટા છે.
રેખા ચૌધરી
ડો. રેખાબેન ચૌધરી બનાસકાંઠાના પશુપાલકો માટે બનાસડેરીના સ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ ચૌધરી પટેલની પૌત્રી છે. ભાજપના કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. રેખાબેનએ M.sc., M.phil., Ph.D અભ્યાસ કરેલો છે. એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપક છે. વંશવાદ અહીં જોવા મળે છે. 44 વર્ષના છે, તેમજ તેઓ મેથેમેટિક્સમાં PhD ની ડિગ્રી ધરાવે છે.
શંકર ચૌધરીના વિવાદોથી ગેનીબેનને ફાયદો થયો
ભાજપમાં વણલખ્યો નિયમ છે કે જે વિધાનસભાના અધ્યક્ષ બને છે તે ભાજપમાં ખોવાય જાય છે. આવા અશોક ભટ્ટ, વજુભાઈ વાળા, રમણ વોરા જેવા એક ડઝન ઉદાહરણ છે. જેમાં લોકસભાની ચૂંટણી પછી હવે શંકર ચૌધરીનો ઉમેરો થઈ ગયો છે.
સાથી સાથે
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોનો શપથવિધિ સમારોહ યોજાયો ત્યારે થરાદના ધારાસભ્ય અને ભાજપના વિવાદી નેતા શંકર ચૌધરીનો મંત્રીમંડળમાં સમાવેશ ન થયો ત્યારે જ તેમના રાજકીય ભવિષ્ય કામાડોળ જણાતું હતું. પછી તુરંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવી દઈને કાંટાળી ભલગી ટોપી પહેરાવી દેવામાં આવી હતી. ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ બનાવાયા હતા. બન્ને અગાઉ એક વિવાદમાં સંડોવાયા હતા. પછી એફએસએલમાં બન્ને છૂટી ગયા હતા. શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ બનાવીને તેમની પાંખ અમિત શાહે કાપી લીધી હતી. 2012માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન શંકર ચૌધરી અને જેઠા ભરવાડ પર તેમના આઇપૅડમાં ‘અરુચિકર તસવીરો’ જોવાનો આરોપ લાગ્યો હતો. બન્ને સાથી રહ્યા છે.
શાહની ચાલ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ભાષણમાં કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ભારે મતોથી જિતાડો હું તેમને મોટું પદ અપાવડાવીશ. શાહે અધ્યક્ષ મોટું પદ અપાવીને પાંખો કાપી નાંખી હતી. અમિત શાહ પોતે આનંદીબેન પટેલની દરેક પાંખ કાપતાં આવ્યા છે તેમ શંકર ચૌધરીને એક પાંખ કાપી હતી.
એવું રાજકીય સમિકણ છે કે, આ ડંખનો બદલો ચૌધરીએ બનાસકાંઠા હરાવીને ભાજપના અમિત શાહ, પાટીલ અને મોદી સામે લીધો હોવાનું માનવામાં આવે છે. શંકર ચૌધરીને ભૂપેન્દ્ર સરકારમાં મોટું પદ મળી શકે છે. પણ જ્યારે પ્રધાન મંડળે શપથ લીધા ત્યારે શંકર ચૌધરીનું નામ ન હોવાથી પદ ન આપ્યું હોવાનું માનવામાં આવે છે. તેમને ડર હતો કે તેઓ વાવમાંથી જો ઊભા રહેશે તો ફરી ગેનીબહેન ઠાકોર સામે હારી જશે. જીત્યા બાદ લોકોને લાગતું હતું કે તેમને મોટું મંત્રાલય મળશે પણ આમ બન્યું નથી અને માત્ર વિધાનસભાના અધ્યક્ષ બનાવી દેવાયા હતા.
આનંદીબેન જૂથ
શંકર ચૌધરી આનંદીબહેન જૂથના મનાય છે. જ્યારે આનંદીબહેને રાજીનામું આપ્યું હતું તે પહેલાં શંકર ચૌધરી અમિત શાહને મળ્યા હતા. તેમને મંત્રી ન બનાવીને અધ્યક્ષ બનાવી દેવાયા. 2016થી લઈને 26 ડિસેમ્બર સુધી આનંદીબહેન પટેલની સરકારમાં મેડિકલ શિક્ષણ અને પર્યાવરણ તથા શહેરી વિકાસ મંત્રાલયનું રાજ્ય કક્ષાના પ્રધાન હતા. ત્યારે પાલનપુરની મેડિકલ લોકોને ગૌચરની જમીન પર ઉભી કરવાથી લઈને પાલનપુરની સરકારી હોસ્પિટલ ટોકન રકમથી પડાવી લેવાના વિવાદાસ્પદ નિર્ણયનો પ્રચાર લોકસભા 2024ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.
શંકર ચૌધરી ઉત્તર ગુજરાતમાં ભાજપનો મોટો ઓબીસી ચહેરો મનાતો હતો. પણ રેખાબેનની હાર અને ગેનેબેનની જીતથી તેઓ હવે એક જ કોમના ચહેરા તરીકે બહાર આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં તેઓ છે ત્યાં પણ આવું જ છે.
3 ડિસેમ્બર, 1970ના રોજ જન્મેલા શંકર ચૌધરી પહેલીવાર 27 વર્ષની ઉંમરે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓ વર્ષ 1997માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા સામે રાધનપુરથી લડીને હાર્યા હતા.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર સામે હારી ગયા હતા. ત્યારથી તેઓ રાજકીય હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. ગેનીબેનના કારણે શંકર ચૌધરીએ બેઠક બદલીને થરાદ ભાગવું પડ્યું હતું. આ તેમની ત્રીજી વખતની ફેરબદલી હતી. હવે લોકસભામાં 2024માં તેઓ ગેનીબેન સામે રાજકીય રીતે હારી ગયા છે.
ચૌધરીનું રાજકારણ
શંકર ચૌધરીની રાજકીય ભૂલોના કારણે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અને નરેન્દ્ર મોદીની સરકારમાં કોઈ ચૌધરી સમુદાયમાંથી મંત્રી નથી. જેની પાછળની ખરાબ ભૂમિકા શંકર ચૌધરીની વર્તણુંક હોવાનું માનવામાં આવે છે.
અશ્લિલ તસવીરો
ગણપત વસાવાએ વિધાનસભાની વિશેષાધિકાર સમિતિને સોંપ્યો હતો. આઇપૅડની ફોરેન્સિક લેબે 180 તસવીરો અને 11 વીડિયો તપાસ્યાં હતાં. અશ્લીલ ન હતા. બંને ધારાસભ્યોને ક્લીનચિટ આપી હતી. વિપક્ષનો આરોપ હતો કે, શંકર ચૌધરી તસવીરો જોતા હતા તેને બદલે અન્ય આઇપેડની તપાસ કરાઈ હતી. કૉંગ્રેસે આ આઇપેડની તપાસ ગુજરાત બહાર કરવવાની માગ કરી હતી જોકે તે સ્વીકારવામાં આવી નહોતી. અરુચિકર તસવીરો જોવાનો આરોપ લાગ્યો હતો તે શંકર ચૌધરી હવે અઘ્યક્ષ બન્યા હતા. તેથી વિવાદો થયા હતા.
નકલી ડિગ્રી
શંકર ચૌધરી નકલી ડીગ્રી બતાવીને ચૂંટણી લડ્યા હોવાનો આરોપ પણ કૉંગ્રેસે લગાવ્યો હતો. દસમા ધોરણની પરીક્ષા 1987માં પાસ કરી છે જ્યારે કે 12મા ધોરણની પરીક્ષા 2011માં પાસ કરી હતી. ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 2009માં અને એમબીએ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 2011માં પૂર્ણ કર્યું. 2011માં બારમું ધોરણ પાસ કર્યું હોય તો તે જ વર્ષમાં તેમણે એમબીએ કઈ રીતે પૂર્ણ કર્યું હોવાથી તેનો વિવાદ આજ સુધી ચાલતો રહ્યો છે. આ મામલો ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. પાટણ પોલીસે શંકર ચૌધરીને ક્લીનચિટ આપી હતી.