BJP: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના બહારથી આવેલા સાંસદ જેપી નડ્ડા આરોગ્ય પ્રધાન બનતાં તેઓ હવે રાષ્ટ્રીય પ્રમુખ પદેથી 30 જૂન 2024ના દિવસે રાજીનામું આપશે. તેઓ પગારદાર પ્રમુખ હતા. ભાજપનો વૈભવ જોઈને અને 2024ની ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનું ખર્ચ અને કોંગ્રેસના આવેલાં કાર્યકરો જોઈને હવે કાર્યકર્તા પગાર માંગી રહ્યાં છે. ભાજપની કોર્પોરેટ કચેરીઓ બની ગયા બાદ હવે કાર્યકરો પણ કોર્પોરેટ પગારદાર બની રહ્યાં છે. પગાર આપવા માટે તો બે રાજ્યોમાં દેખાવો પણ થયા છે.
નવા પ્રમુખ તરીકે મધ્યપ્રદેશના આદિવાસી નેતા ફગ્ગન સિંહ કુલસ્તે, હિમાચલ પ્રદેશના સાંસદ અનુરાગ ઠાકુર, વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી રહેલા સુનીલ બંસલના નામો છે. દક્ષિણ ભારતના કોઈ નેતા પણ બની શકે છે.
નડ્ડાએ ભાજપનો પગાર ગુમાવવો પડશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનો પગાર કેટલો છે એવો સવાલ હવે પૂછવામાં આવી રહ્યો છે.
ચૂંટણી
રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી જિલ્લા એકમો દ્વારા ચૂંટાયેલા સભ્યો, પક્ષના ધારાસભ્યો, સાંસદોના, રાજ્ય પરિષદો દ્વારા ચૂંટાયેલા સભ્યો. રાજ્યના ઓછામાં ઓછા 50 ટકા જિલ્લાઓમાંથી રાજ્ય પરિષદના સભ્યો ચૂંટાયા પછી જ પ્રદેશ પ્રમુખ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. 29માંથી 15 રાજ્યોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી સંગઠનની ચૂંટણી પછી જ થાય છે. 15 વર્ષથી ભાજપના સભ્ય અને 4 ટર્મથી સક્રિય સભ્ય હોય તે જ પ્રમુખ બની શકે છે. ભાજપમાં પ્રમુખ પદની પસંદગી મતદાન દ્વારા થાય છે, જ્યારથી પક્ષ બન્યો ત્યારથી ચૂંટણી થઈ નથી. પસંદગી થાય છે. 3 વર્ષની મુદત હોય છે. બે ટર્મ સુધી જ રહી શકે છે.
કોણ પ્રમુખ હતા.
1951માં જનસંઘ અને 1980માં ભાજપ બન્યો ત્યારથી 11 નેતાઓએ 14 પ્રમુખ બન્યા હતા.
અલબબિહારી બાજપેઈ 1980થી 1986 સુધી
લાલકૃષ્ણ અડવાણી 1986 થી 1991 સુધી,
મુરલી મનોહર જોશી (1991-1993),
કુશાભાઉ ઠાકરે (1998-2000),
બંગારુ લક્ષ્મણ (2000-2001),
જના કૃષ્ણમૂર્તિ (2001-2002),
વેંકૈયા નાયડુ (2002-2004),
રાજનાથ સિંહ (2005-2004), 2009),
નીતિન ગડકરી (2009-2013),
અમિત શાહ (2014-2020)
જેપી નડ્ડા (2020-24) પ્રમુખ હતા.
ભાજપના 11 રાષ્ટ્રીય પ્રમુખ 10 ઉચ્ચ જાતિના હતા. જેમાં 5 બ્રાહ્મણ હતા. 1 બંગારુ લક્ષ્મણ દલિત સમુદાયથી હતા, તેમને પાછળથી લાંચના ગુનામાં હાંકી કાઢવામાં આવ્યા હતા. આદિવાસી કે ઓબીસી ક્યારેય પ્રમુખ બનાવાયા નથી.
પગાર
રાષ્ટ્રીય પ્રમુખનો પગાર 80 હજારથી 1 લાખ રૂપિયાની વચ્ચે છે. Z શ્રેણીની સુરક્ષા મળી છે. ભાજપે લોકસભાની 2024ની ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનું ખર્ચ કર્યું ત્યારથી કાર્યકરો હવે મફતમાં કામ કરવા તૈયાર નથી. તેમાએ જ્યારે કોંગ્રેસના 70 હજાર કાર્યકરો ભાજપમાં આવ્યા છે તેઓ પોતાનું ઊંચું વળતર માંગી રહ્યાં છે.
ગુજરાત
મોદી યુગમાં 20 ધારાસભ્યો, 70 પૂર્વ ધારાસભ્યો અને સંસદ સભ્યો અને 300 નેતાઓ સહિત લગભગ 70,000 કાર્યકરો પક્ષાંતર કરીને ભાજપમાં લાવવામાં આવ્યા છે. જે 99 ટકા કોંગ્રેસથી પક્ષાંતર કરાવીને લોભ, લાલચ, ભ્રષ્ટાચાર, ધંધો, ધમકીથી લાવવામાં આવ્યા છે.
લોકસભા ચૂંટણીમાં 74 લાખ ‘પેજ સમિતિ’ સભ્યો અને તેમના પરિવારો પર આધાર રાખી રહી હતી. જેને “ગુજરાત મોડલ” ગણાવે છે. દરેક સભ્ય અને તેમનો પરિવાર મત આપે તો ભાજપ 2.22 કરોડ મત મેળવી શકે છે. જે લગભગ 45 ટકા છે કુલ. ભાજપની મતદાર યાદીના દરેક પેજની દેખરેખ પક્ષની પેજ સમિતિ કરે છે.
ગુજરાતમાં પન્ના સમિતિમાં 1.13 કરોડ પ્રાથમિક સભ્યો છે.
દરેક પેજ સમિતિમાં પાંચ ભાજપના સભ્યો હોય છે. 30 મતદારોના નામ ધરાવતા પેજના ઈન્ચાર્જ છે. જેમને પગાર ભાજપ આપતો નથી. તેમણે પોતાનું ઘર પોતાની રીતે ચલાવવાનું હોય છે. અથવા બહારથી ઉઘરાણા કરી લેવાના હોય છે. જે રીતે સી આર પાટીલે કરોડો રૂપિયા ભાજપના એક કાર્યકર પાસેથી ઉઘરાવેલા હતા, તેમ.
દર વર્ષે એક ચૂંટણી આવે છે જેમાં બુથ સંભાળવા માટે એક વ્યક્તિને રૂ.5થી 25 હજાર સુધીનું ખર્ચ કરવા માટે આપવામાં આવે છે. તે તેની કમાણી હોય છે. અમદાવાદ શહેરમાં આવું લોકસભાની ચૂંટણીમાં થયું હતું.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં બીજેપી કાર્યાલયના લગભગ 180 કાર્યકરોને 2014થી બે ગણો પગાર કરાયો છે. ઉત્તર પ્રદેશમાં ત્રણ લાખ કાર્યકરો છે. ટોકન ગિફ્ટ આપવામાં આવે છે. ડ્રાઇવરોને દર મહિને રૂ. 1,500 અને ઓફિસ સંચાલકોને રૂ. 2,000 ચૂકવવામાં આવતા હતા. જે બે ગણા કરાયા હતા. ડ્રાઇવરો, ક્લીનર્સ, ઓફિસ એડમિનિસ્ટ્રેટર્સ, ઓપરેટરો, સહાયકો અને સંયોજકોને 2,500 થી 12,000 રૂપિયાની વચ્ચે પગાર મળતો હતો. તે બે ગણો કરાયો છે. એટલે કે સંયોજકોને રૂ. 24 હજાર મળે છે.
મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશના 51 જિલ્લા પંચાયત પ્રમુખોને રાજ્યમંત્રી જેવી તમામ સુવિધાઓ મળે છે. જિલ્લા પંચાયત પ્રમુખોના મહિને પગાર ભથ્થા 1 લાખ રૂપિયા છે. એક કાર અને બંગલો આપવામાં આવે છે.
મહેનતુ કાર્યકરો 5 વર્ષથી સંગઠન સાથે દિલ, તન અને ધનથી જોડાયેલા હતા તેમને પ્રધાનોના સ્ટાફમાં સામેલ કરવામાં આવશે. 50 હજાર રૂપિયાનો પગાર અને અન્ય સુવિધાઓ મળશે. પાર્ટી આવા કાર્યકરોની યાદી મંત્રીઓને આપી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં હવે મંત્રીઓના સ્ટાફ સાથે જોડાવા માટે સ્પર્ધા ચાલી રહી છે. કાર્યકર્તાઓ પોતાની રીતે ગોઠવણ કરી રહ્યા છે જેથી તેઓને કોઈ મંત્રીના સ્ટાફમાં સ્થાન મળે.
પદાધિકારીઓના પગાર
ઉત્તર પ્રદેશમાં મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર-16, મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન-198, નગર પંચાયત પ્રમુખ- 438, તમામ સંસ્થાઓમાં કાઉન્સિલરો – 12000 છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરોને રૂ. 25 હજાર અને નગરપરિષદ અને નગર પંચાયતના અધ્યક્ષોને રૂ. 20 હજાર માનદ વેતન અથવા ભથ્થા તરીકે આપવાની તૈયારી ચાલી રહી છે.
મહાનગરપાલિકાના કાઉન્સિલરોને 2000 રૂપિયા અને નગરપરિષદ અને નગર પંચાયતોના કાઉન્સિલરોને 1500 રૂપિયા પ્રતિ સભા ભથ્થું છે.
દેશમાં ભાજપની 800 જિલ્લા કચેરી બનાવવાની હતી જેમાં 608 ફાઈવ સ્ટાર કચેરીઓ બની છે. સરેરાશ એક કચેરીના બિલ્ડીંગ માટે રૂ. 2 કરોડનો ખર્ચ થયો છે. જમીનની કિંમત અલગ. રૂ.1200થી રૂ. 2 હજાર કરોડનું ખર્ચ ભાજપની કચેરીઓ પાછળ થયું હોઈ શકે છે.
તાલુકા અને શહેરોની કચેરીઓ મળીને તેનો વ્યાપ 10 વર્ષમાં 10 ગણો થઈ ગયો છે. દરેક જિલ્લામાં 5-10 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કચેરીઓ બનાવવામાં આવી છે. દરેક રાજ્યમાં આ કચેરીઓ 100થી 200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. દિલ્હીમાં 3 હજાર કરોડનું ખર્ચ કરાયું છે. ગુજરાતમાં 306 કચેરીઓ ભાજપે બનાવી છે જેમાં જમીન સાથે સરેરાશ રૂ.5 કરોડનું ખર્ચ થયું છે. રૂ. 1500 કરોડ તો ગુજરાતમાં ખર્ચ થયું છે. ભાજપ પાસે દેશમાં 50 હજાર કર્મચારીઓ છે જે કચેરીઓમાં કામ કરે છે.
ભાજપે એકલા ચૂંટણી બોન્ડ દ્વારા રૂ. 6,000 કરોડથી વધુ એકત્ર કર્યા. રકમ ભાજપના કુલ વાર્ષિક સંગ્રહના 10 ટકા પણ નથી. જેમાંથી તેના કર્મચારીઓના પગાર અને કાર્યકરોને મહિને પગાર આપવામાં આવે છે.
કાર્યકરો જાણે છે કે, મોદીનું ભાજપ દાન આપો, ધંધો આપોના સિદ્ધાંત પર કામ કરે છે. તેથી હવે તેઓ કામ કરવાની મોટી રકમ વસુલી રહ્યા છે. પોલીસ સ્ટેશનથી લઈને કલેક્ટર કચેરી સુધી દરેક જગ્યાએ ભ્રષ્ટાચારના દર નક્કી છે. ભ્રષ્ટાચારના તમામ નાણાં ભાજપ પાસે પહોંચે છે. તે કાર્યકરો જાણી ગયા છે. તેથી પુર્ણ સમય કે અર્ધ સમય કામ કરવું હોય તો તેનો પગાર માંગે છે.
નાણાકીય વર્ષ 2014-15 થી 2022-23 ની વચ્ચે ભાજપે કાર્યાલય બનાવવા અને પ્રચાર પર ભાજપની કુલ આવક કરતાં લગભગ 7 ગણો વધુ ખર્ચ કર્યો છે.
કાર્યકરો જાણી ગયા છે કે ભાજપ રાષ્ટ્રવાદી છે, એવું કહે છે પણ ખરેખર છે કૌભાંડી. ભાજપના જુઠ્ઠાણાનો અને દંભને ઓળખી ગયા છે તેથી તેઓ પક્ષને હવે લૂંટી રહ્યાં છે. સી આર પાટીલ સામે તેના જ એક કાર્યકરે રૂ. 70 કરોડના ફંડની લોગમાલ કરી હોવાનો આરોપ મૂક્યો હતો. ગુજરાતને લૂંટાતા બચાવું હવે શક્ય નથી. તેથી પગારદાર કાર્યકરો વધી રહ્યા છે. બુથ કક્ષાએ દરેક ચૂંટણીનું બજેટ વધી રહ્યું છે.
બિહાર
ધનબાદમાં 2 કરોડથી વધુના ખર્ચે બનેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા ન હતા. જ્યાં સુધી ઓફિસનું બાંધકામ ચાલતું હતું ત્યાં સુધી તેમને નિયમિત પગાર ચૂકવવામાં આવતો હતો. કાયમી સફાઈ કામદાર પણ નથી.
આપ
2016માં દિલ્હીમાં કેજરીવાલના મીડિયા સલાહકાર નાગેન્દ્ર શર્માને 1 લાખ 15 હજાર 881 રૂપિયા મળતા હતા. નાયબ મુખ્યમંત્રીના મીડિયા સલાહકારને 80 હજાર રૂપિયા મળતા હતા.
વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર મહિને 1.66 લાખ રૂપિયાનો પગાર મળે છે. જેમાં 50 હજાર રૂપિયાનો મૂળ પગાર, 3 હજાર રૂપિયા ખર્ચ ભથ્થું, 45 હજાર રૂપિયા સંસદીય ભથ્થું અને 2 હજાર રૂપિયા દૈનિક ભથ્થું છે.
મફત રહેવાનું, મહિને 2 કરોડની SPG સુરક્ષા, 50 લાખના ખર્ચ સાથે 2 કરોડના સરકારી વાહનો અને રૂ. 8 હજાર કરોડનું એર ઈન્ડિયા વન એરક્રાફ્ટ મફત મળે છે. મોદી બુલેટ પ્રૂફ વિદેશી કંપનીની મર્સિડીઝ બેન્ઝ S650 કારમાં જ મુસાફરી કરે છે. પ્રવાસ પાછળ વર્ષે 50 કરોડનું તમામ પ્રકારનું ખર્ચ થાય છે.
રાષ્ટ્રપતિનો પગાર
રાષ્ટ્રપતિને માસિક પગાર 5 લાખ રૂપિયા પગાર મળે છે. વર્ષ 2018 સુધી રાષ્ટ્રપતિનો પગાર 1.5 લાખ રૂપિયા હતો. પછી મોદીએ તે વધારીને સીધો રૂ. 5 લાખ કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખ રૂપિયાનો પગાર મળે છે. 2018 સુધી ઉપરાષ્ટ્રપતિનો પગાર 1.25 લાખ રૂપિયા હતો.
સર્વોચ્ચ અદાલતમાં પગાર
દેશના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2 લાખ 80 હજાર રૂપિયાનો પગાર મળે છે. ભૂતપૂર્વ CJIને વાર્ષિક 17 લાખ રૂપિયા પેન્શન, સુરક્ષા અને ભથ્થું આપવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ રૂપિયા અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને દર મહિને 2.50 લાખ રૂપિયાનો પગાર મળે છે. હાઈકોર્ટના જસ્ટિસને દર મહિને 2.25 લાખ રૂપિયાનો પગાર મળે છે.
સંસદસભ્યો
સંસદ સભ્યને દર મહિને 1 લાખ રૂપિયાનો પગાર મળે છે. દૈનિક ભથ્થું પણ મળે છે. સંસદના સત્રો અને સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટે દરરોજ 2,000 રૂપિયાનું ભથ્થું મળે છે. 16 રૂપિયા પ્રતિ કિલોમીટરનું રોડ ટ્રાવેલ એલાઉન્સ પણ મળે છે. સાંસદોને દર મહિને રૂ. 45-45 હજારનું મતવિસ્તાર ભથ્થું અને ઓફિસ ખર્ચ ભથ્થું મળે છે. સ્ટેશનરી અને ટપાલ માટે રૂ. 15 હજારનો સમાવેશ થાય છે. સાંસદોને પગાર ઉપરાંત ઘણી સુવિધાઓ પણ મળે છે. જે પગાર કરતાં ત્રણ ગણી થાય છે.