Adani: અદાણીને ગૌચરની જમીન ગામને પરત આપવા ગુજરાતની વડી અદાલતે કહ્યું છે. કચ્છમાં અદાણી સેઝને આપેલી 170 હેક્ટર ગૌચર જમીન ગામને પાછી આપવી પડશે. કચ્છના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની ગૌચરની કિંમતી જમીન ગુજરાત સરકાર દ્વારા અદાણી જૂથને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ- એસઈઝેડ) આપતા વિવાદ ચાલતો હતો.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકાર અને કચ્છ કલેકટરના નિર્ણયને સવાલો કર્યા હતા. ગોચરની જમીન તમે અન્ય હેતુ માટે આપી જ કેવી રીતે શકો? તમારે આ પ્રકારનો નિર્ણય લેતાં પહેલાં ગંભીરતાપૂર્વક વિચારવું જોઈતું હતું. ગામની ગૌચરની જમીન અન્ય હેતુ માટે આપી ન શકાય. સરકારનો નિર્ણય કોઈપણ રીતે યોગ્ય નથી. કલેકટરે ગેરકાયદે કર્યું છે.
સરકારી વકીલને કહ્યું કે, ગુજરાત સરકારના પ્રતિનિધિ છો, તમે અદાણીની વકીલાત ના કરો. તમારે તમારી (સરકારની) નીતિનું પાલન કરવું જોઈએ અને જો ભૂલ થઈ હોય તો સુધારવી જોઇએ.
સરકારે 7 કિલોમીટર દૂર જમીન આપવાની તૈયારી બતાવતાં સરકારને ખખડાવી હતી. માલધારીઓ અને પશુઓ છથી સાત કિલોમીટર ચાલીને કઈ રીતે જશે. ભૂલ સુધારવા હાઈકોર્ટે બે સપ્તાહની મુદત આપી છે.
નાળ ગામની 107 હેકટર ગોચરની જગ્યા પુનઃ યથાવત સ્થિતિમાં લાવી દેવા એડિશનલ એડવોકેટ જનરલને સૂચન ને ટકોર કરી હતી. ગોચર માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ છે કે નહી તે અંગે પહેલા વિચારવું જોઈએ. આ અંગેની વ્યવસ્થા કર્યા બાદ જ તમારે કોઈ નિર્ણય કરવો જોઈએ.
સરકારના સોગંદનામાંનો અસ્વીકાર કર્યો હતો. ખાતરી નહીં પગલાં લેવા જોઈએ. કચ્છ જિલ્લા કલેકટરે જે બચાવ રજૂ કર્યો હતો, તેને હાઈકોર્ટે ફગાવ્યો હતો.
જમીન પરત ન કરી
સર્વોચ્ચ અદાલતે આપેલા એકથી વધુ કેસોમાં આદેશ આપ્યો હતો કે, ગૌચરની જમીન ઔદ્યોગિક કે બિન ઔદ્યોગિક હેતુ માટે ફાળવી શકતા નથી. એનો ઉપયોગ પશુધનના ચારિયાણ માટે જ કરવો.
ભારત સરકાર દ્વારા 18-09-2015ના રોજ કચ્છ જિલ્લામાં આવેલ અદાણી પોર્ટ અને અદાણી એસ.ઈ.ઝેડ.ને આદેશ આપવામાં આવ્યો હતો કે તેમણે આ પોર્ટ અને એસ.ઈ. ઝેડ માટે લીધેલી ગૌચરની જમીન સામે ચાલીને પરત કરવી.
પરંતુ 10 વર્ષ બાદ પણ ન અદાણી આ ગૌચરો પરત કરી કે, ન સરકારે જપ્ત કરી. અદાણી પોર્ટ, અદાણી એસ.ઈ. ઝેડની જમીન કેમ પરત લઈ શકતી નથી?
5 કરોડ મીટર જમીન અદાણીને
ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકારે કબુલ કર્યું હતું કે, નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે 5 કરોડ ચોરસ મીટર જમીન અદાણીને આપી હતી. માર્ચ 2023માં ગુજરાત સરકારે કબૂલાત કરી હતી કે, બે-પાંચ રૂપિયામાં અદાણીને કચ્છમાં 5 કરોડ ચો.મી. સરકારી અને ગાયોને ચરાવવા માટે ગૌચર જમીન આપી દીધી છે.
ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અદાણી સાથે સારા સંબંધ છે. ભાજપની સરકારે અદાણી સમૂહની કંપનીઓ સામે કાર્યવાહી પણ કરી નથી. માત્ર ધ્યાન દોરતા પત્રો જ લખ્યા છે.
કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે વિધાનસભામાં પ્રશ્ન ન પૂછ્યો હતો. કચ્છના મુન્દ્રા તાલુકામાં આવેલી પાંચ કરોડ ચોરસ મીટર અદાણીને મફતના ભાવે આપી દીધી હતી. બેથી સાડા દસ રૂપિયાની નજીવી કિંમતમાં 12 હજાર 500 એકર જમીન મુન્દ્રામાં સ્પેશિયલ ઈકોનોમી ઝોન માટે અદાણી આપી દીધી છે.
ભાજપ સરકાર ગરીબોને ઘર માટે પ્લોટ આપતી નથી.
મુંદરા સેઝનો વિવાદ
અદાણી જુથને એસઇઝેડ માટે 2005માં જમીન ફાળવવામાં આવી હતી. 26 માર્ચ 2028માં ઠરાવ નંબર 1-5-20થી ગૌચર પરત મેળવવા ગામ લોકોએ અદાણી પાસેથી જમીન પરત માંગી હતી. મુન્દ્રાની 300 એકર જમીન અદાણી સેઝને આપી હતી. જેમાં 13 વર્ષ બાદ પણ જમીન ખાલી પડી રહી હતી.
પંચાયતનો ઠરાવ
મુન્દ્રા ગ્રામ પંચાયત અને ગ્રામસભાએ કચ્છ કલેક્ટરને માંગણી કરી હતી કે પશુઓને ચરવા માટે પરત જમીન આપવામાં આવે. ગ્રામસભામાં પંચાયતના સભ્ય ભરત પાતાળીયાએ ઠરાવ મૂક્યો હતો કે 100 ઢોર દીઠ 40 એકર ગૌચર જમીન હોવી જોઇએ. હાલમાં ગામમાં ગૌચર ઉપલબ્ધ નથી. 2011ની પશુ ગણતરી મુજબ 5000 જેટલા પશુઓ છે. તો તેના માટે જમીન જરૂરી છે. દરખાસ્તને ટેકો અલનસીર ખોજાએ આપ્યો હતો.
ગુજરાતમાં 28 વર્ષ પહેલા 700 ગામો એવા હતા કે જ્યાં ગૌચર ન હતું. 2023માં 2800 ગામો એવા છે જ્યાં ગૌરચ નથી. એક ઇંચ જાડા માટીના સ્તરને બનાવવામાં લગભગ 800 વર્ષ લાગે છે. જ્યારે શહેર, ઉદ્યોગો, ખેતી, વરસાદ, તોફાન અને પાણીને એક ઇંચ જમીનને ઉખેડતાં થોડી ક્ષણો લાગે છે.
ગૌચર વિનાના કચ્છના 103 ગામને જમીન આપી ન હતી. 100 ગાયે 40 એકર ગૌચર હોવાનું ધોરણ છે છતાં ગુજરાતમાં 9029 ગામોમાં ગૌચર ઓછું છે. 2800 ગામોમાં બિલકુલ ગૌચર નથી. સૌથી વધારે બનાસકાંઠા જીલ્લામાં 1165 ગામોમાં લઘુતમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે.
ગૌચર ન હોવાના કારણે ગાય કે પશુઓ ચરવા જઈ શકતા નથી. ભાજપ અને આરએસએસ ગૌ અને ગૌવંશ બચાવવાનું આંદોલન કરતાં રહ્યાં છે. ગાયની રાજનીતિ ચૂંટણીમાં કરે છે. પણ ગૌચર વધારવામાં આવ્યું નથી. વર્ષે 50 ગામોની કરોડો ચોરસ મીટર ગૌચરની જમીન ઉદ્યોગકારોને વેચી દેવામાં આવે છે.
3 હજાર ગામોમાં ગૌચર નથી. રાજ્યના 3 હજાર ગામોમાં જો ગૌચર હોત તો પશુપાલકો તેના પર લગભગ 10 હજાર પશુ ચરાવીને રોજનું એક લાખ લીટર દૂધ મેળવતા હોત અને તેમાંથી ખેતી માટેનું કિંમતી ખાતર મેળવતા હોત.
ગૌચર પર માફિયાઓનો કબજો ગામ ખાલી થવાનું મહત્વનું કારણ છે. ગૌચર પર પશુઓ સાથે દેખાવો થયા છે. વર્ષે 50 ગામના ગૌચર સરકાર ખાઈ જાય છે. રાજકીય માફિયાઓ જમીન ચરી ગયા છે. ત્રણ જ વર્ષમાં 129 ગામનું ગૌચર સરકારે કંપનીઓને વેચી માર્યું હતું. દર વર્ષે 50 ગામનું ગૌચર સરકાર કંપીનઓને આપી રહી છે.
ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌચર પગ માફિયાઓએ દબાણ કરી દીધા હતા. હવે સરકાર અને કંપનીઓ માફિયા બનીને પંચાયત કાયદાનો ભંગ કરીને દબાણ કરી રહ્યા છે.
ગૌચરની જમીન સરકાર લઈ શકે નહીં. જો તે લેવી હોય તો ગામ લોકો અને ગ્રામ પંચાયતની મંજૂરી લેવી પડે છે. ગાયો માટે રાખેલી જમીનો ગુજરાતભરમાં છીનવીને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહી છે.
5 લાખ હેક્ટર જમીન ઉદ્યોગોને
2012 સુધીમાં ભાજપે 4.10 લાખ ચોરસ મીટર ગૌચર જમીન ઉદ્યોગપતિઓને આપી દીધી હતી. 2017 સુધીમાં ગૌચરની 1.92 લાખ હેક્ટર જમીન વેચી મારી હોવાના આરોપ છે. પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે અદાણી કંપનીને કરોડો રૂપિયાની 5.5 કરોડ ચો.મી. જમીન આપી તેમાં ગૌચર પણ હતું. આસપાસના ગામ ખતમ થઈ રહ્યા છે. 2019 સુધીમાં 5 લાખ હેક્ટર જમીન આપી દેવામાં હોવાનો તેના પરથી અંદાજ છે.
15 ટકા ગામમાં ગાયોને ઘાસ ચરવા માટે જગ્યા નથી
1980 – 81મા 8.50 લાખ હેક્ટર ગૌચર હતા. 1990 – 91માં 8.45 હેક્ટર થઈ ગયા, 2012મા 2.50 કરોડ પશુધનની સામે 8.50 લાખ હેક્ટર જમીન હતી. 2014મા 7.65 લાખ હેક્ટર ગૌચર જમીન રહી હતી. 2014મા 9.33 કરોડ ચોરસ મીટર ગૌચર જમીન પર દબાણ હતા. હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી.
ગૌચર પર દબાણ
6 વર્ષમાં 470 ટકા દબાણો વધ્યા છે. 2012માં 1 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ હતું. 15 માર્ચ 2016મા 3.70 કરોડ ચોરસમીટર જમીન પર દબાણ હતા. ભાજપની સરકારમાં ગૌચરની જમીન પર દબાણ અગાઉ ક્યારેય ન થયા હોય એટલા બે વર્ષમાં થઈ ગયા છે. એક હજાર હેકટરની બજાર કિંમત એક હેક્ટર દીઠ રૂ. 30 લાખ ઓછામાં ઓછા ગણવામાં આવે તો એક જ વર્ષમાં રૂ.300થી 600 કરોડનું ગૌચર જમીન કૌભાંડ થયું છે. 2019માં 4.90 કરોડ ચોરસ મીટર ગૌચર પર દબાણ થઈ ગયા છે. આમ, રૂપાણીની સરકારમાં 1 કરોડ મીટર ગૌચર પર દબાણ વધીને 5 કરોડ થયું છે. જેમાં રૂપાણીના જિલ્લા રાજકોટમાં 2 કરોડ ચોરસ મીટર દબાણ થઈ ગયા છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો પાસે આ જમીન જતી રહી છે. તેની સીધી અસર ગામની વસ્તી પર પડે છે. ગામની વસ્તી ઓછી થાય છે. જેમાં કેટલાક ગામો ખાલી થઈ જાય છે.