નેનો યુરિયામાં ઉત્પાદન વધવાના બદલે ઘટી રહ્યું છે
Nano Urea: નેનો યુરિયાના ઉપયોગ પછી ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોવાનું પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં 21.6 ટકા અને ચોખાની ઉપજમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
નરેન્દ્ર મોદી અને તેમના રાસાણ પ્રધાન મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હોવાનો પર્દાફાશ કૃષિ વિજ્ઞાનીઓએ કર્યો છે.
અમદાવાદ નજીકના ઈફકો કારખાનામાં નેનો યુરિયાની વિશ્વમાં પ્રથમ શોધ કરીને 500 મીલીલીટર નેનો યુરિયા 50 કિલોની બેગના યુરિયાની બરાબર છે. એવો દાવો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા રસાયણ પ્રધાન હતા ત્યારે આખા દેશમાં ફરીને કર્યો હતો.
પણ તે દાવો સદંતર ખોટો નીકળી રહ્યો છે. ખોટો જ નહીં પણ નેનો યુરિયા વાપરવાથી દેશના ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.
નેનો યુરિયાના ઉપયોગથી પાકની ઉપજ ઘટી રહી છે. પંજાબ કૃષિ વિશ્વવિદ્યાલય વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં શોધી કાઢ્યું કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં 21.6 ટકા અને ચોખાની ઉપજમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
2020-21 અને 2021-22ના વર્ષોમાં વરિષ્ઠ માટી રસાયણશાસ્ત્રી રાજીવ સિક્કા અને નેનો સાયન્સના સહાયક પ્રોફેસર અનુ કાલિયા દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. નેનો યુરિયાના ઉપયોગથી અનાજમાં નાઈટ્રોજનની માત્રામાં પણ ઘટાડો જોવા મળ્યો, જે પ્રોટીન ઉત્પાદન માટે જરૂરી છે.
નેનો લિક્વિડ યુરિયા ભારતીય ખેડૂત અને ખાતર સહકારી (IFFCO) દ્વારા જૂન 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. કલોલ જેવા 10 કારખાના નાંખવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.
યુરિયામાં નાઇટ્રોજનયુક્ત હોવાથી જમીનમાં સરળતાથી એમોનિયામાં રૂપાંતરિત થાય છે. જે છોડ માટે આવશ્યક મેક્રોન્યુટ્રિઅન્ટ છે.
જમીન વિજ્ઞાન વિભાગે લુધિયાણાના સંશોધન ફાર્મમાં સતત બે વર્ષ સુધી હાથ ધરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ IFFCO દ્વારા ભલામણ કરેલા પ્રોટોકોલ મુજબ નેનો યુરિયાનો ઉપયોગ કર્યો હતો.
નાઇટ્રોજનની માત્રામાં ઘટાડો થવાથી પ્રોટીનમાં ઘટાડો થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ભારતના લોકો માટે ચિંતાજનક છે, કારણ કે ભારતમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સનો મુખ્ય સ્ત્રોત અનાજ છે અને જો અનાજમાં પ્રોટીનની ઉણપ હશે તો ભારતીય લોકોને પ્રોટીનની ઉણપનો સામનો કરવો પડશે.
નેનો યુરિયા ફોર્મ્યુલેશનની કિંમત દાણાદાર યુરિયા કરતા 10 ગણી વધારે હતી
અને ખેડૂતો માટે ખેતી ખર્ચમાં વધારો કરે છે. અગાઉ પણ સંશોધનમાં કોઈ નોંધપાત્ર પરિણામ મળ્યું નથી.
નેનો યુરિયાના ઉપયોગ પછી જમીનની ઉપરના ટિલર બાયોમાસ અને મૂળના જથ્થામાં ઘટાડો થયો છે, પરિણામે લણણી પછી રુટ બાયોમાસમાં ઓછો વિકાસ થયો છે. મૂળની સપાટીના વિસ્તારમાં ઘટાડો થાય છે, જે નાઇટ્રોજન સહિત અન્ય પોષક તત્વોની ઉણપ તરફ દોરી શકે છે.
વિજ્ઞાનીઓએ એ પણ નોંધ્યું કે બીજા વર્ષમાં ઉપજ ઓછી થઈ હતી. એટલે કે નેનો યુરિયાનો ઉપયોગ ચાલુ રહે તો ઉત્પાદન દર વર્ષે ઘટી શકે છે. કારણ કે નેનો યુરિયા પાંદડા પર છાંટવામાં આવે છે. જ્યારે યુરિયાની જરૂર છોડવા મૂળમાં હોય છે.
યુરિયાનો છંટકાવ કરતા રહેવાથી જમીનમાં નાઈટ્રોજનની ભરપાઈ થતી નથી. તેમાં ધીમે ધીમે ઘટાડો થાય છે.
કરશો નહીં, તો ધીમે ધીમે ઘટાડો થશે.” આ અભ્યાસ PAU ના માસિક મેગેઝિનના જાન્યુઆરી અંકમાં પણ પ્રકાશિત થયો હતો.
અત્યાર સુધીના પરિણામો પ્રોત્સાહક નથી અને ચોખા અને ઘઉં માટે IFFCO નેનો યુરિયાના ઉપયોગની ભલામણ કરી શકાતી નથી.
દેશમાં તે શોધાયું ત્યારે મોદી અને માંડવિયાએ સતત એવો દાવો કર્યો હતો કે, વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે, તેનાથી ઉત્પાદન વધે અને વપરાશ ઓછો છે. તેની વૈજ્ઞાનિક અધિકૃતતા પર હવે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. તારણ કાઢ્યું છે કે નેનો યુરિયામાં ભાગ્યે જ કોઈ એવા ગુણધર્મો છે જે વૈજ્ઞાનિક રીતે સાબિત અથવા સાબિત થઈ શકે.
નેનો યુરિયા ખેડૂતો માટે નકામું સાબિત થઈ રહ્યું છે. દાવાઓથી વિપરીત, ખેડૂતોના ઉત્પાદનને આનાથી અસર થઈ રહી છે.
25 જુલાઈ, 2023 ના રોજ એક અભિપ્રાય પેપર ડેનમાર્કની યુનિવર્સિટી ઓફ કોપનહેગનના પ્લાન્ટ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના સંશોધક મેક્સ ફ્રેન્ક અને યુનિવર્સિટી ઓફ યુનિવર્સિટીના પ્રોફેસર સોરેન હસ્ટેડ દ્વારા લખાયેલો છે. એમાં પણ આ જ વાત કરવામાં આવી છે.
ભારતનો સૌથી મોટો ખાતર ઉત્પાદક ઈફકો કે જેના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના 50 વર્ષ જૂના મિત્ર દિલીપ સંઘાણી છે. તેમની સંસ્થા ખેડૂતો અને સમાજને ગેરમાર્ગે દોરે છે.
નેનો યુરિયાના IFFCOના દાવાને પડકારતાં સંશોધકોએ જણાવ્યું હતું કે પ્રખ્યાત જર્નલોમાં ઉપલબ્ધ વૈજ્ઞાનિક સાહિત્ય સાથે સરખામણી કરવામાં આવે ત્યારે અમે તેના પર સવાલ ઉઠાવીએ છીએ.
IFFCOની 250 ગ્રામની નેનો યુરિયા બોટલમાં 20 ગ્રામ નાઈટ્રોજન હોય છે તે 45 કિલોગ્રામની પરંપરાગત યુરિયાની બેગની સમકક્ષ હોવાનો દાવો કરે છે. પણ યુરિયાની બેગમાં તો 21 કિલો નાઈટ્રોજન હોય છે.
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારત સરકાર અને IFFCOએ સંયુક્ત રીતે નેનો યુરિયાનું ઉત્પાદન વધારવા માટે 10 નવી ફેક્ટરીઓ ખોલવાની વાત કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 2025 સુધીમાં નેનો યુરિયાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 44 કરોડ બોટલ્સ (440 મિલિયન) કરવામાં આવશે અને તેને 25 અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. નિકાસ કરનારા દેશો મુખ્યત્વે એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના હશે.
પર્યાવરણીય ફાયદો, નેનો ઝિંક, નેનો કોપર, નેનો ડી એમોનિયમ ફોસ્ફેટ હોવાનો દાવો કરાયો હતો.
પણ અપેક્ષાઓ વાસ્તવિકતાથી ઘણી દૂર છે અને ખેડૂતો માટે પાકની ઉપજમાં નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. જે ખાદ્ય સુરક્ષા અને આજીવિકા માટે ગંભીર જોખમ ઊભું કરશે.
વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે, ફોલિઅર સ્પ્રે નેનો ખાતરોનું ખોટા દાવાઓ સાથે અયોગ્ય રીતે વેચાણ કરવામાં આવ્યું હતું.
ઉતાવળ
જેવું કોરોનાની વેક્શીમાં મોદી સરકારે ઉતાવળે પગલું ભર્યું અને લાખો લોકોના મોતનું કારણ બન્યું તેમ નેનો યુરિયાની ચકાસણી 3 વર્ષ સુધી કરવાની જરૂર હતી પણ મનસુખ માંડવિયા અને મોદીએ ઉતાવળે તે બજારમાં મૂકીને વાહવાહી મેળવી હતી.
કોઈપણ નવા ખાતરને મંજૂરી આપવા માટે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ઓછામાં ઓછા ત્રણ સિઝનનો ડેટા હોવો જોઈએ. નેનો લિક્વિડ યુરિયાના વાણિજ્યિક ઉત્પાદનને ઓગસ્ટ, 2021માં મંજૂરી આપવામાં આવી હતી.
નેનો યુરિયા ટ્રાયલના જાહેર ડેટા અનુસાર, 43 સ્થળોએ (સ્ટેશનો પર) 13 પાકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 4 સિઝનમાં 21 રાજ્યોમાં ખેતરોમાં સંશોધન અને ખેડૂત ક્ષેત્રના ટ્રાયલ માટે 94 પાકનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો કે, કોઈપણ એક પાકની ત્રણ સિઝનનો ડેટા ઉપલબ્ધ નથી.
ત્રણ વર્ષ અને છ સિઝનના પાક અજમાયશના ડેટા હોવા જોઈએ.
2021માં જ્યારે સરકારે નેનો યુરિયાને મંજૂરી આપી ત્યારે તેના ટ્રાયલ ડેટા બહુ ઓછા પાકો પર ઉપલબ્ધ હતા.
સંસદની સ્થાયી સમિતિના અહેવાલ મુજબ, બાયોટેકનોલોજી વિભાગની માર્ગદર્શિકાના આધારે નેનો યુરિયાનું બાયો-સેફ્ટી અને ટોક્સિસિટી ટેસ્ટ કરવામાં આવ્યું છે.
નેનો યુરિયાના કાચા માલ અંગે પણ શંકા છે. તેની માહિતી જાહેર નથી.