sansad: એડીઆર દ્વારા આજે 4 જુલાઈ 2024ના રોજ જાહેર કરાયેલાં વિશ્લેષણ અહેવાલમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કુલ 503 કરોડપતિ સાસદમાથી 54 સાંસદોની સામેના સ્પર્ધક/વિરોધક ઉમેદવાર કરોડથી ઓછી મિલકત ધરાવતા હતા. આ 54 સાંસદોમાંથી 5 સાંસદોને 30% થી વધુ લીડ મળી છે.
સાંસદ શંકર લાલવાની (BJP) (મધ્ય પ્રદેશ ના ઈન્દોર મતક્ષેત્રમાંથી) ને 64.54% માર્જિનથી જીત્યા છે.
કરોડથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવારોની જીત અને તેમની લીડ
39 સાસદો 1 કરોડથી ઓછી મિલકત ધરાવે છે. તેમના પૈકી 31 MP એ એમના કરોડપતિ સ્પર્ધક ને હરાવ્યા છે. અને એમનામાંથી 2 સાંસદોને 30% થી પણ વધુ મતની લીડ મળી છે.
* ગુજરાતના ભરતભાઈ મનુભાઈ સુતરીયા (BJP, અમરેલી મતક્ષેત્ર) એ INC ના જેનીબેન ઠુમ્મરની સામે 36.63% વધુ મતની લીડ મળી જેનીબેન ઠુમ્મર 8.47.44,413 રૂપિયાની મિલકત ધરાવે છે. જ્યારે સાંસદ ભરતભાઈ સુતરીયા 83,78,748 રૂપિયાની મિલકત ધરાવે છે.
મહિલા સાંસદો ના જીત અંગે :
542 સાંસદોમાંથી 74 મહિલાઓ છે.
ત્રિપુરા પૂર્વના સાસદ કૃતિ દેવી દેબરમાન (BJP) ને સૌથી વધુ એટ્લે કુલ મતના 68.54% મત મળ્યા તેઓ 42.92% ના માર્જિનથી જીત્યા છે.
એક થી વધુ વાર જીતેલા સાંસદો વિશે :
કુલ 214 ફરીથી ચૂંટાયેલા સાંસદોમાંથી 101(47%) 50% થી વધુ વોટ શેર મેળવીને જીત્યા છે.
જ્યારે 92 ફરીથી ચૂંટાયેલા સાંસદોને 10% થી પણ ઓછી લીડ મળી અને 3 ને 50% ની લીડ મળી.
NOTA વિશે
2024 ની ચૂંટણી કુલ 64,53,63,445 મતદારોમાંથી 63,72,220 (0.99%) નોટા વિકલ્પ પસંદ કર્યો. 2019 ની ચૂંટણીમાં ફુલ 65,14,558 (1.06%) મત NOTA ને મળ્યા હતા. જ્યારે 2014 માં 56,62,388 (1.12%) મત મળ્યા હતા. છેલ્લા ત્રણ ચૂંટણીમાં NOTA ને મળેલા મત ઓછા થયાં છે.
મુખ્ય મુદ્દાઓ
ADR દ્વારા 543 માંથી 542 લોકસભા મતક્ષેત્રના “વોટ શેર” (મતોનો હિસ્સો) અંગે એક વિશ્લેષણાત્મક અહેવાલ બનાવ્યો છે. (સુરત લોકસભા મતવિસ્તારમાં બિનહરીફ ચૂંટણી થવાથી ત્યાં મતદાન થયું ન હતું.)
2024 ની લોકસભા ચૂંટણીમાં 66.12% ટકા મતદાન થયું છે, જ્યારે 2019 ની લોકસભા ચૂંટણીમાં આ ટકાવારી 67.35% હતી.
તુલનાત્મક વિશ્લેષણ- લોકસભા ચૂંટણી 2019 વિ 2024માં મત.
જીતેલા ઉમેદવારોને મળેલા મત વિશે :-
2024 ની લોકસભા ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોને કુલ મતદાનના 50.58% મત મળ્યો, જ્યારે 2019ની ચૂંટણીમાં 52.65% મત મળ્યા હતા.
279/51%) MP ને તેમના મતક્ષેત્રના કુલ મતદાનના 50% થી વધુ મત મળ્યા છે. જ્યારે 263(49%) MP ને તેમના મતક્ષેત્રના પડેલા કુલ મતના 50% થી ઓછા મત મળ્યા Θ.
ગુનાઇત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોમાંથી 251 જીત્યા. તેમનામાંથી 106 (42%) ને તેમના મતવિસ્તારમા થયેલ કુલ મતદાનના 50% થી વધુ મત મળ્યા છે. જે ઉમેદવારો ના ઉપર કોઈ ગુના નથી તેવા સ્વચ્છ છવી વાળા 291 MP માંથી 173(59%) ને 50% કરતાં વધુ મત મળ્યા