હમણાં જ રણવીર અને દીપિકાએ લગ્ન બાદ મુંબઇમાં રિસેપ્શન રાખ્યુ હતું, જ્યાં ફિલ્મ જગતના તમામ સ્ટાર તેમને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા હતા. આ રિસેપ્શન પાર્ટીમાં વરુણ ધવન, શાહરુખ ખાન, કેટરીના કેફ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જેવા તમામ બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા અને નવા કપલને તેના લગ્નના અભિનંદન આપ્યા હતા. અહીં કોઇ મિસિંગ હતુ તો તે રણબીર અને આલિયા હતા. તેને લઇને ખબર આવી છે કે બંને અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ ની શુટીંગમાં વ્યસ્ત છે, એટલા માટે આ રિસેપ્શનમાં પહોચી ન શક્યા.
જો કે એક ઇન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને આ વિશે પુછવામાં આવ્યુ કે રણબીર તેમની રિસેપ્શન પાર્ટીમાં કેમ ન આવ્યો તો તેના પર તેણે કહ્યું કે, ‘તેની વાત રિસેપ્શન બાદ નથી થઇ શકી, તેણે જણાવ્યું કે રિસેપ્શન પહેલા જ તેની સાથે વાતચીત થઇ હતી, જો કે દીપિકાએ કહ્યુ કે જાણે છે કે તે કેવી રીતની વ્યક્તિ છે અને તેની સાથે તેમનો સંબંધ કેવો છે. તેણે એ પણ કહ્યું કે એ જ તેના રિલેશનશીપની સુંદરતા છે, ઘણું બધું ન કહીને ઘણું બધું કહી જાય છે.’ આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે એક્સ પાર્ટનર દીપિકા અને રણવીરની બોન્ડિંગ આજ પણ એક બીજા માટે સારી છે.