વલસાડમાં વેજલપુર ખાતે આવેલી કાજુ બનાવતી આર.કે. કેશયુ નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ આગ એટલી ભયાનક હતી કે આખી કંપની બળીને ખાખ થઈ ગઈ છે અને માલસામાનને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેશયુ કંપનીમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી. આસપાસ ના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આખી રાત ફાયર બ્રિગ્રેડ અને પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી.