મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકારો બનતાંની સાથે જ ખેડુતોના દેવા માફ કરવાની જાહેરાત કરવાના ચૂંટણીમાં વાયદાને પૂર્ણ કરવા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી લીધી છે. મોદી સરકાર પર સવાલ ઉભા કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓને જગાડી દીધા છે પરંતુ વડાપ્રધાન મોદી હજુ પણ ઊંધી રહ્યા છ.
The Congress party has managed to wake the CM's of Assam & Gujarat from their deep slumber.
PM is still asleep. We will wake him up too.
— Rahul Gandhi (@RahulGandhi) December 19, 2018
શિમલાનાં બહેન પ્રિયંકા ગાંધી અને તેમના બાળકો સાથે રજા માણવા આવેલા રાહુલ ગાંધીએ બુધવારે બપોરે ટવિટ કરીને આ વાત કહી હતી, હકીકતમાં ગુજરાત અને આસામના મુખ્યમંત્રીઓ દ્વારા ખેડુતોને રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત અને આસામમાં ભાજપની સરકારો છે અને પાછલા કેટલાય સમયથી ખેડુતો દેવ માફીની માંગ કરી રહ્યા છે પરંતુ દેવા માફીના બદલે ગુજરાત સરકારે વીજબીલમાં માફી આપી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ખેડુતોની દેવા માફી કરવામાં આવી છે. કોંગ્રેસ સરકારોના પગલે ગુજરાત અને આસામની ભાજપ સરકારોએ પણ ખેડુતો અંગે તાત્કાલિક નિર્ણય લેવાની ફરજ પડી છે.
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડુતોના 625 કરોડના વીજબીલ માફ કર્યા છે જ્યારે આસામ સરકારે ખેડુતોના દેવ માફ કરવાની જાહેરાત કરી છે. જોકે, આસામમાં માત્ર 25 હજાર સુધીના જ દેવાને માફ કરવાની જાહેરાત કરાઈ છે. જેનાથી ખેડુતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ દ્વારા દેવા માફી કરાઈ હોવાથી તેની અસર હેઠળ ભાજપ શાસિત રાજ્યોએ નિર્ણય કર્યો હોવાનું કોંગ્રેસ જણાવી રહી છે. રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે અમે જે વાયદો કર્યો હતો તે પૂરો કર્યો છે. હવે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો મોદી સરકારને ખેડુતોના દેવા માફ કરવા માટે દબાણ કરશે અને તેમને સૂવા દેશે નહીં.