આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા કોઈ પણ સરકારી કામકાજ માટે આધાર કાર્ડ માંગવામાં આવતુ હતુ. પરંતુ હવે આ નિર્ણય બાદ બેન્કમાં ખાતુ ખોલવવા માટે કે સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવુ ફરજીયાત રહેશે નહી.
કેન્દ્ર સરકારના આ નિયમ બાદ આધાર કાર્ડ આપવા માટે દબાણ કરનાર કંપનીઓને 3 થી 10 વર્ષની સજા પણ થઈ શકે છે. તથા 1 કરોડ રુપિયનો દંડ પણ ફટકારવામાં આવશે. કોઈ પણ સંસ્થા આધાર કાર્ડના વપરાશ માટે દબાણ કરી શકશે નહી. બેન્કના કામમાં કે સિમકાર્ડ મેળવવા માટે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકાશે.
કેન્દ્ર સરકારે પ્રિવેન્શ ઓફ મની લોન્ડ્રિંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કર્યા બાદ આ નિયમને સામેલ કર્યો છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા પણ આ આ સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડને લઈને આપેલા આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતુ કે, યુનિક આઇડીનો માત્ર વેલફેર સ્કીમો માટે જ ઉપયોગ કરી શકાય છે. કાયદામાં કરેલા નવા સંશોધન મુજબ આધાર કાર્ડ ઓથેન્ટિફિકેશન કરનારી કોઈ પણ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર જણાશે તો તેને 50 લાખ રુપિયાનો દંડ અને 10 વર્ષ સુધી સજા થઈ શકશે. જો કે આ સંશોધનોને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે.