સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા પરમસુખ ગુરુકુલ સોસાયટી પાસે હિટ એન્ડ રનનો બનાવ બનવા પામ્યો હતો. સ્કોડા કાર ચાલકે ગફલતભરી સ્થિતિમાં રસ્તે ચાલતા 3 લોકોને અડફેટે લીધા હતા. ઘટના બન્યા બાદ તે ઘચના સ્થળે જ કાર મુકી નાસી છુટ્યો હતો. પોલીસે કારનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
એક્સિડન્ટ થયા બાદ લોકોએ કારને ઉંધી વાળી દીધી હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થયો હતો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચાલક નશાની હાલતમાં હતો અને તે એક્સિડન્ટ કરીને નાસી છુટ્યો હતો.