પાવાગઢ ખાતે એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો. મહાકાળી મંદિરની ટોચથી માચી સુધી કુલ 2801 મીટર લાંબી ધજા માતાજીને અર્પણ કરવામાં આવી. ટોચ પર માતાજીના મંદિરેથી 8800 ફૂટ લાંબી ધજા લઈ દસ હજાર ભાવિકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા. અને આગળ વધ્યા હતા.
આ ધજાનો છેડો ચાર કલાક બાદ માચી આવી પહોચ્યો હતો. ત્યારે મંત્રોચ્ચાર દ્વારા ધજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને કાલિકા યુવક મંડળે માતાજીને વિશ્વની સૌથી લાંબી ધ્વજા અર્પણ કરવાનો વિચાર કર્યો હતો.
જે બાદ મહિનાઓ સુધીની તૈયારી બાદ 2801 મીટર લાંબી ધ્વજા તૈયાર કરવામાં આવી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ હોવાથી લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવશે. સૌથી લાંબી ધ્વજાને જોવા મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાં હતાં.