દેશની પાંચ રાજ્યોની ચૂંટણી બાદ હવે સત્તા કોંગ્રેસના હાથમાં આવી છે. જેમાં બે રાજ્યો એવા છે જ્યાં કોંગ્રેસને 15 વર્ષ બાદ સત્તા મળી છે. તો રાજસ્થાનમાં ઉલટફેરનો સિલસિલો યથાવત્ત રહ્યો છે. મિઝોરમમાંથી કોંગ્રેસને એક દાયકા બાદ ઘર વાપસી કરવાનો વારો આવ્યો છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે ખૂબ મોટા વાયદા કર્યા હતા. હવે તે પૂરા ન કરે તો લોકસભાની ચૂંટણી નજીક જ છે. જનતા પોતાનો પરચો ત્યાં બતાવી દે. જેના કારણે હવે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ત્યાં તે પોતાનો મેજીક બતાવી રહી છે. જ્યાં સૌથી છેલ્લે પરિણામ આવ્યું ત્યાં મધ્યપ્રદેશના નાથ કમલનાથ તો એક બાદ એક નવી યોજનાઓ અને મધ્યપ્રદેશની જનતાને બખ્ખા કરાવી રહ્યા છે.
મુખ્યપ્રધાન કમલનાથે આ પહેલા જ કહ્યું હતું કે રોકાણ માટે છૂટ આપવા માટે તેમની નીતિ એવા ઉદ્યોગો માટે હશે જ્યાં 70 ટકા રોજગાર મધ્યપ્રદેશના યુવાઓને અપાયો હશે. કમલનાથે કહ્યું કે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાંથી લોકો અહીં આવે છે. પરંતુ સ્થાનીક લોકોને નોકરી મળતી નથી. આ ઉપરાંત કમલનાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવા ચાર ગારમેન્ટ પાર્કની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી.
તો જે પછીનું સૌથી મોટું કામ કમલનાથે ખેડૂતોના દેવા માફીનું કર્યું હતું. સૌથી પહેલા તો મધ્યપ્રદેશના ખેડૂતોનું દેવુ માફ કર્યું. જેનો કોંગ્રેસે સૌથી પહેલો વાયદો કર્યો હતો. 10 દિવસમાં કર્ઝ માફી અને તે થઇ પણ ગઇ. આજ રીતે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ખેડૂતોનું કર્ઝ માફ કર્યું. પણ કમલનાથે કર્ઝના સિવાય પણ એક કામ કર્યું છે.