સુરતમાં 31 ડિસેમ્બર પહેલા જ દારુની રેલમછેલ જોવા મળી છે. સુરતની પિપલોદ ખાતે આવેલી ઓઈસ્ટર હોટલમાં આજે રાત્રે સુરતની 21 હાઈ પ્રોફાઈલ મહીલાઓ દારૂની મહેફીલ માણતા ઝડપાઈ ગઈ છે. આ તમામ મહીલાઓને હાલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. આ ઘટનાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા છે પણ મહત્વનો પ્રશ્ન એ છે કે આ મહીલાઓને હોટલમાં કીટ્ટી પાર્ટી કરવાની પરમિશન કોણે આપી?
સુત્રો પાસેથી મળતી માહીતી પ્રમાણે આ હોટલમાં પહેલા પણ હુક્કાબાર પકડાયું હતું અને આ ઉપરાંત ઘણી વખત દારૂ પકડવાની ઘટનામાં પણ હોટલ વિવાદમાં આવી હતી. આજ રોજ સુરતની હાઈ પ્રોફાઈલ મહિલાઓ આ જ હોટલમાંથી દારૂ પીતી ઝડપાઈ છે. આ હોટલ આટલી વિવાદમાં આવી હોવા છતા પોલીસે આ અંગે ચુપ્પી સેવી છે.
આજ રોજ સુરતના પોલીસ કમિશ્નર સતીષ શર્માને આ અંગે બાતમી મળી હતી અને તેમણે ઉમરા પોલીસ સ્ટેશનને આ અંગે તપાસ કરવા માટે ઓર્ડર આપ્યો હતો. આજની આ ઘટનાને જોતા એવો અંદેશો લગાવી શકાય કે પોલીસ હાઈ પ્રોફાઈલ કલ્ચર પાસેથી હપ્તા લઈને પોતાના ખિસ્સા ભરી રહી છે.