શાહરૂખ ખાન, કેટરિના કૈફ અને અનુશ્કા શર્માની ફિલ્મ ઝીરો રીલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મમાં અનેક સ્ટાર્સે કેમિયો રોલ કર્યો છે પરંતુ એક એક્ટ્રેસની ઝલક જોઇને સૌકોઇ દંગ રહી ગયાં. જણાવી દઇએ કે તે એક્ટ્રેસ બીજુ કોઇ નહી પરંતુ શ્રીદેવી છે. શ્રીદેવીની એક્ટિંગ, તેની ખૂબસુરતીને જોઇને દર્શકો પણ દંગ રહી ગયા. જણાવી દઇએ કે ફિલ્મોમાં આ શ્રીદેવીની આખરી ઝલક છે.
જો કે શ્રીદેવીની સાથે સાથે ફિલ્મમાં જૂહી ચાવલા, રાની મુખર્જી, કાજોલ, કરિશ્મા કપૂર, આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ પણ કેમિયો રોલમાં છે. આ તમામ સ્ટોર્સ ફિલ્મમાં એક બોલીવુડ પાર્ટી માટે એક સાથે આવે છે. તેવામાં કરિશ્મા કપૂરે ઝીરોની રીલીઝના દિવસે શ્રીદેવી સાથએ ઝીરોના શુટિંગ દરમિયાનની એક ખૂબસુરત તસવીર શેર કરી છે. સાથે જ અભિનેત્રીએ લખ્યું કે શાહરૂખ ખાન અને ઝીરો ટીમનો આભાર જેણે મને શ્રીદેવી જેવા લેજેન્ડ સાથે સ્ક્રીન શેર કરવાની તક આપી, ભલે તે થોડી મિનિટ માટે હતી. શ્રીદેવી વી મિસ યૂ.
જણાવી દઇએ કે શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ઝીરો રીલીઝ થઇ ગઇ છે. તેનું ડાયરેક્શન આનંદ એલ રાયે કર્યુ છે. ફિલ્મમાં કિંગ ખાન શાહરૂખ ઉપરાતં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભુમિકામાં છે. ક્રિટિક્સ અને દર્શકોને ફિલ્મ પસંદ આવી રહી છે. સિનેમાઘરોમાં શૉઝ હાઉસફુલ જઇ રહ્યાં છે. થિયેટરની બહાર અને અંદર શાહરૂખના ફેન્સની દિવાનગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર એવા ઘણાં વીડિયોઝ વાયરલ થઇ રહ્યાં છે જેમાં ફેન્સ થિયેટરમાં ડાન્સ કરી રહ્યાં છે.