આ વર્ષે ઘણા સેલેબ્સનાં લગ્ન થયાં. ક્યાંય દિપીકા-રણવીર, સોનમ કપુર-આનંદ અહુજા અને ઇશા અંબાણી-આનંદ પિરામલનાં લગ્ન બહુ ચર્ચામાં રહ્યા છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થયા. લગ્ન પછી પણ ઇશા અંબાણી ચર્ચામાં છે. તે હવે નવા ઘરમાં એન્ટ્રી કરશે. ઈશા-આનંદના નવા ધારના ફોટો સોશિયલ મીડિયા પર ખાસ્સા વાયરલ થયા છે. ઈશા હવે વર્લી સી- ફેસ બંગલામાં રહેવા જવાની છે. આ બંગલો 50 હજાર ચો.ફૂટનો વિસ્તાર ધરાવે છે અને આ બંગલાનું નામ ગુલીટા (Gulita) છે.
મીડિયા અહેવાલો અનુસાર, 27 વર્ષીય ઇશા અને 33 વર્ષીય આનંદ ગુલીટામાં શિફ્ટ થવાના છે. 50 હજાર સ્કવેયર ફૂટનાં આ બંગલો ઈશાને તેના સસરાએ ગિફટ કર્યો છે. જે તેમણે 2012માં હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી ખરીદ્યો હતો. 2012માં આ બંગલો 62 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.
લગ્ન પહેલાં બંગલાનું ફરીથી મોડેલિંગ શરૂ થયું હતું. હવે ઘર સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે. લંડનના એકારસ્લે ઓકાલેગને બંગલો તૈયાર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ બંગલામાં ત્રણ બેઝમેન્ટ, ઘણા ડાઇનિંગ રૂમ્સ અને આઉટડોર પૂલ છે.
ઇશા અંબાણીનો બંગલો પિતા મુકેશ અંબાણીના બંગલા એન્ટિલિયાથી 8 ગણો નાનો છે. ઇશા અંબાણીના પિતા મુકેશ અંબાણી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીઇઓ છે. તેમનું ઘર એન્ટિલિયા મુંબઈ સ્કાયલાઇનમાં છે. ઇશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન ઘણા દિવસ સેલિબ્રેટ કરાયા હતા.
લગ્ન પહેલા ઉદયપુરમાં મ્યુઝિક પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં બાયોસેસે પરફોર્મ કર્યું હતું. સંગીતથી લઇને લગ્નમાં બૉલિવૂડ, પોલિટીક્સ અને સ્પોર્ટસ ગેમ્સના અનેક સેલેબ્સ આવ્યા હતા. જેમણે લગ્નને એન્જોય કર્યા હતા. સેલેબ્સના ફોટો પણ બહુ જ વાયરલ થયા હતા.