ડાંગમાં ગઈ કાલે સુરતની ગુરુકૃપા ક્લાસીસની 60 થી વધારે વિદ્યાર્થીઓ ભરેલી બસ 300 ફુટ ઉંડી ખીણમાં ખાબકતા 10 થી વધારે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા અને અન્ય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ તમામ ઈજાગ્રસ્તોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આજ રોજ કેબિનેટ મંત્રી ગણપત વસાવા, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને સાંસદ સી. આર. પાટીલ નવી સિવિલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડાંગ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરુવીરને 2.50 લાખ અને ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોની તમામ સારવારોન ખર્ચ રાજ્ય સરકાર આપશે. આજ રોજ સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાત લેશે એવી શખ્યતા છે.