શ્રીનગર હાઇવે પર સોમવારનાં રોજ એક ખાનગી બસમાં સવાર આઇટીબીપીનાં જવાનો શ્રીનગરથી જમ્મુ જઇ રહ્યાં હતાં તે દરમ્યાન તેઓની બસ એકાએક ખાઇમાં પડી ગઇ. આ ઘટના બાદથી સ્થાનીય લોકો અને સુરક્ષાદળો દ્વારા બચાવકાર્ય તેજીથી શરૂ કરી દેવાયું છે. ડર્ઝનો આઇટીબીપીનાં જવાન ગંભીર રૂપથી ઘાયલ છે. મોકા પર જ ભારે ફોર્સ બચાવ કાર્યમાં જોડાઇ ગયાં છે. રામબન પોલીસનાં જણાવ્યાં અનુસાર, બસમાં 35 જવાનો સવાર હતાં. આ જવાન હાલમાં જ સંપન્ન થયેલ પંચાયત ચૂંટણીમાં તૈનાત કરવામાં આવ્યાં હતાં. ચૂંટણી સમાપ્ત થયાં બાદ તેઓ પરત આવી રહ્યાં હતાં.
રાહતકાર્ય ખૂબ તેજીથી ચાલી રહેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી પણ કરી દેવામાં આવેલ છે. પાંચ ઘાયલ જવાનોની હાલત ખૂબ ગંભીર જણાવવામાં આવી રહેલ છે. આને ચાપરથી જમ્મુનાં જીએમસી મોકલવામાં આવેલ છે.
રામબન ઉપાયુક્ત શૌકત એજાજ અનુસાર, દરેક જવાન ચૂંટણી ડ્યૂટી સમાપ્ત કરીને આવી રહ્યાં હતાં તેવાં જ સમયે આ દુર્ઘટના સર્જાઇ છે. મોકા પર રાહત કાર્ય તેજીથી ચાલી રહેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખાતે ભરતી પણ કરવામાં આવેલ છે. આ દુર્ઘટનામાં એક જવાનનું મોત પણ થઇ ગયું છે.