સંસદની એક સમીતીએ વિમાન સેવા કંપનીઓ દ્વારા અલગ અલગ ફ્લાઇટમાં ભારે ભરખમ રકમ વસૂલવા પર લગામ લગાવવાની ભલામણ કરી છે. તેમજ કહ્યું કે ટિકિટ રદ કરવાની રકમ કોઇ પણ હાલમાં મૂળ ભાડાના 50 ટકા કરતા વધુ ન હોય .તેણે એરલાઇન્સ કર્મચારીઓના દુર્વ્યવહાર પર કડકમાં કડક કાર્યવાહી અંગે પણ વાત કરી છે.
પરિવહન, ટૂરીઝમ તેમજ સંસ્કૃતિ પર સંસદની સ્થાયી સમીતીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યુ કે, ટિકિટ રદ કરાવવા માટે એરલાઇન્સ દ્વારા વસૂલવામાં આવનાર રકમ કોઇ પણ સ્થિતીમાં મૂળ ભાડાના 50 ટકા કરતા વધુ ન હોય .તેમ સુનિશ્ચિત કરવામાંl આવવું જોઇએ. ટિકિટ રદ કરાવવા ઉપર કર તેમજ ઇંધણ શૂલ્ક પાછુ આપવું જોઇએ.
ઉલ્લેખનીય છે કે વર્તમાન નિયમો અનુસાર ટિકિટ રદ કરાવવા પર લાગનાર વધુમાં વધુ શૂલ્ક મૂળ ભાડા અને ઇંધણ શૂલ્કની રકમ બરાબર રાખવામાં આવશે. સમિતીએ દિવ્યાંગ યાત્રિઓને વગર કોઇ અતિરીક્ત શૂલ્ક સુવિધાપૂર્ણ સીટ આપવા, લો ફેયર બકેટમાં વધુ ટીકિટની ઉપલબ્ધતા સુનીશ્ચિત કરવા તથા તમામ એરપોર્ટ પર ઇ-બોર્ડિંગની વ્યવસ્થા કરવા અંગે પણ વકાલત કરી છે.