સુપ્રીમ કોર્ટ 4 જાન્યુઆરીએ અયોધ્યા મામલામાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં અયોધ્યા મામલામાં સુનાવણી સ્થગિત કરવા માટે સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે જ આ મામલામાં તાત્કાલિક આધાર પર અને સમયસર રીતે સુનાવણી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે.
સોમવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ટાઈટલ સૂટ મામલામાં પ્રતિદિનના આધારે સુનાવણી ઈચ્છે છે. જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રામ મંદિર મામલામાં પ્રતિદિનના આધારે સુનાવણી થાય. જેથી આ મુદ્દાને જલ્દીથી ઉકેલ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ મામલાની સુનાવણી જાન્યુઆરી 2019 સુધી સ્થગિત કરી દીધી હતી. જોકે તેની જ વચ્ચે કેન્દ્ર સરકાર પર કેટલાક સમૂહોએ જલ્દીથી જલ્દી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કરવા માટે દબાણ કર્યું હતું.