સુરતની પ્રવાસી બસને એક્સિડન્ટ નડ્યા બાદ અમદાવાદની સ્વામી વિવેકાનંદ સ્કુલની વિદ્યાર્થીઓ ભરેલી બસને ગોધરામાં અકસ્માત નડતા 23 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને કંડક્ટરનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ બસનો ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો, જેની પોલીસ તપાસ હાથ ઘરવામાં આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદની સ્કુલની વિદ્યાર્થીઓ ભરેલી પ્રવાસી બસ મધ્ય પ્રદેશના પ્રવાસે જઈ રહી હતી. જેમાં ગોધરા પાસે ડ્રાઈવરે ઢાળ પર કન્ટ્રોલ ગુમાવતા બસ ઢાળમાં સ્લીપ થઈ ગઈ હતી, જેમાં 24 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાળકોને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પણ આ ઘટનામાં કંડક્ટરનું મૃત્યુ નિપજ્યું છે.