અફ્ધાનીસ્તાનમાં થયેલા એક આંતંકવાદી હુમલામાં 29 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા ઠછે. આ આત્મધાતી હુમલો કાબુલના સરકારી પરિસરમાં થયો હતો. આ બોમ્બ ધડાકાની સાથે જ બંદુકધારીએ ફાયરીંગ કરીને લોકોને પોતાના નિશાન ૂનાવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અફ્ધાન પાટનગરમાં આ હિંસાનો સૌથી મોટો કેસ છે. લગભઘ 1 કલાક સુધી ચાલેલા ગોળીહબારમાં 20 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં મોટા ભાગે સામાન્ય લોકો છે. આ હુમલાની હજી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.