Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે (23 જુલાઈ) લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0 સરકારનું આ પ્રથમ સામાન્ય બજેટ છે. નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો, જેમણે 6 વખત બજેટ રજૂ કર્યું હતું. સીતારમણને 2019 માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણામંત્રી બનાવવામાં આવી હતી. ત્યારથી, સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ છે.
અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે – નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણના મહત્વના મુદ્દા
– આ બજેટ સૌના વિકાસ માટે છે.
– આ વિકસિત ભારતનો રોડમેપ છે.
– ઊર્જા સુરક્ષા પર સરકારનું ધ્યાન.
– રોજગાર વધારવા પર સરકારનું ધ્યાન. રોજગાર વધારવો એ સરકારની પ્રાથમિકતા છે.
– કુદરતી ખેતી વધારવા પર ભાર.
– 32 પાક માટે 109 જાતો લોન્ચ કરશે.
– કૃષિ ક્ષેત્રનો વિકાસ પ્રથમ પ્રાથમિકતા છે
નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. ભારતમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું, આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.