વ્યૂહરચના માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક મળી હતી. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના ટોચના આગેવાનો અને પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા ભાજપના પ્રમુખો હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના પ્રભારી તરીકે ઓ.પી માથુરને ફરીથી જવાબદારી સોપી છે. લોકસભાની ચૂંટણીમાં ઉજ્જવળ દેખાવ કરનાર ઓપી માથુરને ફરીથી ગુજરાતમાં લોકસભાની જવાબદારી સોપવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં ફરીથી તમામ બેઠકો જીતીને રાજ્યમાં કેસરિયો લહેરાવવા અને તેને અનુલક્ષીને રાજ્ય વ્યાપી કાર્યક્રમ તેમજ બેઠકો અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકસભાની ચૂંટણી માટે વ્યૂહરચના તૈયાર કરવા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. હાલમાં રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો કબ્જો છે. ત્યારે, આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ તમામ બેઠકો પર પોતાનો દબદબો જાળવી રાખે તે માટે પ્રદેશ આગેવાનોને જમીની સ્તર પર કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી પહોચાડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.