અમેરિકામાં આગની એક ઘટનામાં ત્રણ ભારતીય બાળકોનું મોત નિપજ્યું છે. ત્રણ બાળકો સગા ભાઇ-બહેન હતા. જેમા 2 છોકરીઓ અને એક છોકરાનું મોત થયું છે.
આ ઘટના કોલિરવિલેની છે જેમાં છ લોકો ફસાઇ ગયા, જેમા આ ત્રણ બાળકો પણ શામેલ હતાં. રિપોર્ટ અનુસાર, ક્રિસમસની રાત્રે 11 વાગે કોડ્રિએટ હોમમાં આગ લાગી હતી, જેમા આ તમામ લોકો ફસાઇ ગયા હતાં. કોડ્રિએટ પરિવાર રાત્રે ઉજવણી કરી રહ્યું હતું જેમા આ ત્રણ બાળકો પણ સામેલ થયા હતાં. આ ત્રણે બાળકોનો અભ્યાસ અમેરિકામાં જ ચાલી રહ્યો હતો. કોલિરવિલે બાઇબલ ચર્ચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું,’નાયક પરિવાર (પીડિત પરિવાર) ભારતમાં એવા મિશનરી સાથે જોડાયેલ છે, જેનું અમારું ચર્ચ સમર્થન કરે છે.’
પીડિત પરિવાર સાથે સંબંધ ધરાવનાર ચર્ચે ઘટના વિશે વધારે માહિતી આપી નથી અને કહ્યું છે કે, દુખની આ ક્ષણોમાં પરિવારની ગોપનીયતાનું સન્માન કરવું જોઇએ. મૃત બાળકોના માતા-પિતા મિશન ચલાવે છે, જેના મૂળ ભારત સાથે જોડાયેલા છે. અમેરિકામાં દુખદ ઘટના બાદ નલગોંડામાં માતમ પસરાયેલો છે. અને વિસ્તારના લોકો મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે.