હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહેલી પીએમ મોદીની સભામાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસ પલટી ખાઈ જતા 35 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.જેમાંથી પાંચની હાલત ગંભીર છે.
આજે હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકારને એક વર્ષ પુરા થવા નિમિત્તે પીએમ મોદીની રેલી યોજવામાં આવી છે.આ રેલીમાં ભાગ લેવા માટે નગરોટા સુરિયાના કોમ્પ્યુટર સેન્ટરના બાળકો બસમાં ધર્મશાળા જઈ રહ્યા હતા ત્યારે આ બસ રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. 32 લોકોની ક્ષમતાવાળી બસમાં 45 બાળકોને બેસાડવામાં આવ્યા હતા.