પૂણા પોલીસે આજરોજ કેટલાક દારૂડિયાઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તેમના બ્લડ સેમ્પલ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા હતા. દરમ્યાન, આ આંગેની જાણ થતાં કામરેજના ધારાસભ્ય જાલવાડીયાના પુત્ર શરદે પોલીસ સ્ટેશને આવી કોઈપણ પ્રકારની કાર્યવાહી વિના તમામને છોડી મૂકવા પોલીસને જણાવ્યુ હતું. જોકે, પૂણા પોલીસ મથકના પી.એસ.ઑ. એ બ્લડ સેમ્પલ ના રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે તેવું જણાવતા ધારાસભ્યના પુત્રએ કોઈપણ કાર્યવાહી વિના તમામને છોડી મૂકો તેમ કહી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. અને કાગળિયા ફાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને અટકાવ્યો હતો.
પોલીસ સ્ટેશન માથે લીધા બાદ શરદે પૂણા પી.આઈ.આર.આર. ભાંભળાને ફોન કરી ધમકી આપી હતી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવા કયું હતું. પૂણા પોલીસે પકડેલા દારૂડિયાઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઈ પોલીસ સ્ટેશન માથે લીધા બાદ પીઆઈ ને ફોન પર ધમકી આપનાર કામરેજના ધારાસભ્યના પુત્ર વિરુધ્ધ પીઆઈએ કાર્યવાહી હાથ ધરી છે.