સુરતમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ટ્રાફિક પોલીસે ચલણ બનવા યુવકને ઉભો રાખ્યો હતો. જે દરમ્યાન પોલીસ અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, સુરતમાં ટ્રાફિક પોલીસ અને પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા વચ્ચે થયેલા કકળાટ બાદ આજે ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી છે.
