પાછલા કેટલાક સમયથી બોલીવૂડમાં બાયોપિક બનાવવાની હોડ લાગી છે. જોકે આ ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મો સફળ પણ થઇ છે. દિગ્ગજ ફિલ્મ સ્ટાર, ખેલાડીઓ અને રાજનેતાઓ ઉપર ફિલ્મો બનાવવામાં આવે છે. હાલમાં જ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર અને ઠાકરે જેવી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે આ વચ્ચે જ પીએમ મોદીની પણ બાયોપીક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ફિલ્મમાં પીએમમોદીનો રોલ અભિનેતા વિવેક ઓબેરોય ભજવશે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, આ બાયોપિક પર કામ જાન્યુઆરીથી શરૂ થશે. અને આ બાયોપિકમાં પીએમ મોદીનો કિરદાર વિવેક ઓબરોય નિભાવશે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે.
નોંધનીય છે કે, આ ફિલ્મનું ટાઇટલ હજી સુધી નકકી થયું નથી, પરંતુ ફિલ્મના ડાયરેક્ટર નક્કી થઇ ગયા છે. આ ફિલ્મને ઉમંગ કુમાર ડાયરેક્ટ કરશે. ફિલ્મની ટીમ લગભગ દોઢ વર્ષથી ફિલ્મની સ્ટોરી પર કામ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સંબંધિત ઓથોરિટીની મંજૂરી બાદ હવે વહેલી તકે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે.