અગસ્ટા વેસ્ટલેંડ વીવીઆઈપી હેલિકોપ્ટર સંધીના બાબતે ધરપકડ કરવામાં આવેલા વોચોલીયે ક્રિશ્ચન મિશેલે પુછપરછ દરમિયાન મિસિસ ગાંધીનું નામ આપ્યું છે. આ જાણકારી ઈડીના વકીલે આપી છે. ઈડીએ 7 દિવસના રિમાન્ડ બાદ ક્રિશ્ચન મિશેલને પટીયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો છે. પુછપરછ દરમિયાન ઈડીના વકીલે કોર્ટમાં જણાવ્યું છે કે મિશેલે શ્રીમતી ગાંધીનું નામ લીધું છે. આ સાથે તેમણે સન ઓફ મિસિસ ગાંધીનું પણ નામ લીધું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ લોકો વાતચિત માટે કોડનો ઉપયોગ કરતા હતા. હવે તેઓ ક્યાં -ક્યાં મિટીંગ કરતા હતા તે જાણવાનું છે આ સાથે તેઓ કયા અધિકારીઓે મળતા હતા તે પણ જાણકારી મેળવવાની છે.
બીજી તરફ કોંગ્રેસે પોતાના બચાવમાં કહ્યું છે કે બિચોલીયે ક્રિશ્ચન પર ગાંધી પરિવારનું નામ લેવા માટે દબાણ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા આરપીએને જણાવ્યું હતું કે શા માટે સરકાર એક પરીવારને જવાબદાર ગણાવી રહી છે. મિશેલે પુછપરછમાં બે દિવસ પહેલા ગાંધી પરીવારનું નામ લીધું હતું. મિશેલે પોતાના વકીલને હાથ મિલાવતી વખતે એક કાગળ આપ્યો હતો જે જોવામાં આવ્યો તો તેમાં સોનિયા ગાંધી વિશે સવાલ પુછવામાં આવ્યા હતા.
ઈડીએ કહ્યું કે હજી અડધા સવાલના જવાબ જ મળ્યા છે. ઈડીએ એ પણ જણાવ્યું હતું કે આ ઘટના પછી મિશેલના વકીલને સમય આપવો જોઈએ નહીં. આ પછી કોર્ટે તેના વકીલને કહ્યું કે તમે તેને સવાર-સાંજ મળી શકો છો પણ તમારે મિશેલ સાથે 3 ફુટનું અંતર રાખવું પડશે.