દીપિકા પાદુકોણ અને રણબીર સિંહની સુપરહીટ ફિલ્મ ‘પદમાવત’ પછી હવે સંજય લીલા ભણસાલીનો આગળના પ્રોજેક્ટ વિશે અટકળો લગાવવામાં આવી રહી હતી. પણ હવે આ સમય પુરો થઈ ગયો છે. સંજય લીલા ભણસાલી સલમાન અને શાહરુખ સાથે હવે 90 ના દસકાની સુપર બ્લોકબ્લાસ્ટર ફિલ્મ સોદાગરની રીમેક બનાવી રહ્યા છે..
આ ખાન જોડીએ આ પહેલા પણ કરન અર્જુન જેવી સુપરહીટ ફિલ્મો બનાવી હતી, પણ અમુક કારણસર તેમની દોસ્તીમાં દરાર પડી ગઈ હતી. આ પછી ચાહકોને સલમાન અને શાહરુની એક પણ ફિલ્મ સાથે જોવા મળી નહોતી. આ વચ્ચે ‘કુછ કુછ હોતા હે’ જેવી ફિલ્મો આવી હતી, પણ આ સમયે બંને એકબીજા સામે આવતા નહોતા.
સંજય લીલા ભણસાલીના આ પ્રોજેક્ટમાં બંનેની દુશ્મની દોસ્તીમાં પરીણમી હોય એવું જોવા મળી રહ્યું છે. હાલ ફિલ્મ ‘ઝીરો’ના એક ગીતમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. હવે સંજય લીલા ભણસાલી શાહરુખ અને સલમાનને આ ફિલ્મમાં એક સાથે લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.