‘એક વ્યકિતએ સોશિયલ મીડિયા પર આકાશ અંબાણીના નામનું ફેક એકાઉન્ટ શરૂ કર્યું હતુ. આકાશ અંબાણીનું પ્રાઈવેટ એકાઉન્ટ હોય તેમ જ એ ફોટોગ્રાફસ પણ અપલોડ કરતો હતો. સુરતની એક છોકરી જે પોતે IPL ની શોખીન હતી જેથી એ ફેક એકાઉન્ટને આકાશ અંબાણી છે એવું માનીને ફોલો કરતી હતી. ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિએ તેને મેસેજ કર્યો. ત્યારથી એ બંને એ 2-3 મહિના સુધી સોશિયલ મીડિયા પર વાતચીત કરી ત્યારબાદ તેણે છોકરીનો પ્રાઈવેટ નંબર માંગ્યો. અને તેના પર વાતચીત શરૂ કરી.
આઈપીએલ ચાલતી હતી ત્યારે ફેક વ્યકિતએ મેસેજ કરીને કહ્યું કે IPL માં તે મોટી રકમ હારી ગયો છે અને ઘરે કહી શકે એમ નથી.એટલે એના માટે એને લાખો રુપિયાની જરૂર છે.આમ કરી તે છોકરી પાસે મોટી રકમ પડાવી લીધી હતી. કોઈપણ પોપ્યુલર સેલિબ્રિટીને જ્યારે તમે ફોલો કરો છો તો જે પણ સોશિયલ એકાઉન્ટ ઓરીજીનલ છે કે નહીં એનું ક્રોસ વેરીફાય જે-તે સેલિબ્રિટીની સાઈટ પર અથવા ડબલ સોર્સ પરથી ચેક કરી લેવું જોઈએ.’ કે.પી કોમર્સ કોલેજમાં વિમેન્સ ઈન્ટરનેટ સેફ્ટી વિષય પર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વાત ડો.ચિંતન પાઠકે કહી હતી.
કિસ્સો 1: એક મહિલાના પેજ પર જોબને લગતી જાહેરાત આવી એેમાં તેમણે કલીક કર્યુ. એક જોબની લગતી વેબસાઈટ ઓપન થઈ. તેમને એના પર જણાવવામાં આવ્યું કે અમારી પાસે જોબની વેકેન્સી છે, પરંતુ તમારે તેના માટે રજિસ્ટ્રેશન કરીને 390 રૂપિયા જમા કરાવવા પડશે. મહિલાએ આ રકમ ભરી જેનાથી તેમને ફેક કંપની દ્વારા આઈડી અને પાસવર્ડ પણ આપવામાં આવ્યા. ત્યારબાદ મહિલા પાસે બેંકની માહિતી માંગવામા આવી. જેમાં એટીએમ પીન કોડ માંગી કહેવામા આવ્યુ કે તમને ઓટીપી મળશે એ તમારે કંપનીને આપવાનો રહેશે. સામાન્ય રીતે જોબ માટે દરેક વ્યક્તિ ઊતાવળમાં ભૂલ કરી દેતા હોય છે. આ રીતે આ મહિલાના એકાઉન્ટમાંથી થોડા થોડા કરીને કુલ 8000 રૂપિયા રકમ કંપનીએ ઉંચકી લીધા અને અત્યાર સુધી એ મહિલાની મેટર ફાઈલ કરવામાં આવી નથી.
કિસ્સો 2: એક મહિલાને વોટ્સએપ પર મિત્રએ વોટસઅપના નવા વર્ઝનની લિંક મોકલી હતી. જેના પર મહિલાએ કલીક કર્યુ અને વોટસઅપનું નવુ વર્ઝન ડાઉનલોડ કરી લીધું. ખરેખરમાં એ વોટસઅપનું નવું વર્ઝન નહીં પરંતુ કોઈ અજાણતા સોર્સ પર એક લીંક હતી જેમા વોટસઅપ જેવુ જ એક એડવાન્સ ફીચર હતું. તેથી એ મહિલાને વોટસઅપ ઈન્સ્ટોલ કર્યાં બાદ વિવિધ અજાણતા નંબર પરથી મેસેજ આવવા લાગ્યા. આ સાથે કેટલાક પોનોગ્રાફીક કોન્ટેન્ટ પણ શેર થવા લાગ્યા. લિંકની ચકાસણી કર્યા વગર તેના પર ક્લિક કરો નહીં.