IPL 2026: ‘સેમસનને અમે…’ જાડેજા-સંજુ ટ્રેડ પર CSKનું આવ્યું પહેલું નિવેદન
ચેન્નાઈ સુપર કિંગ્સ સંજુ સેમસનને પોતાના ટીમનો હિસ્સો બનાવવા માંગે છે. આ વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો રાજસ્થાન સંજુના બદલે સીએસકેના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે ટ્રેડ કરવા માંગે છે. હાલમાં સીએસકેએ સંજુને લઈને પહેલીવાર મૌન તોડ્યું છે.
પાંચ વખત IPLનો ખિતાબ પોતાના નામે કરનારી સીએસકે આગામી સિઝન પહેલાં ચર્ચામાં છે, કારણ કે આ વખતે ટીમમાં ઘણા બદલાવ થવાના છે. રિટેન્શન લિસ્ટ પહેલાં સંજુ સેમસન અને રવીન્દ્ર જાડેજાને લઈને સીએસકે અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રેડ થઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. હવે આ સમાચાર પર સીએસકેએ પણ પોતાનું અધિકૃત નિવેદન જાહેર કર્યું છે. ફ્રેન્ચાઇઝીએ સંજુ સેમસનને લઈને ઉત્સુકતા દર્શાવી છે.

સીએસકેએ આપ્યું મોટું નિવેદન
સમાચાર એજન્સી મુજબ સીએસકેએ સંજુ સેમસનને લઈને કહ્યું કે,
“બધા જાણે છે કે અમે સંજુ સેમસનને ખરીદવા માટે ઉત્સુક છીએ. અમે આ ટ્રેડિંગ વિન્ડોમાં તેમને ખરીદવામાં અમારી દિલચસ્પી દર્શાવી છે. આરઆર (RR) એ હજી સુધી પુષ્ટિ કરી નથી કારણ કે તેમના મેનેજમેન્ટે કહ્યું છે કે તેઓ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. અમને આશા છે કે સંજુ સીએસકે માટે રમશે.”
સીએસકેના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું કે તે રાજસ્થાન રોયલ્સ સાથે સંજુ સેમસનને ટ્રેડ કરી શકે છે. જોકે, રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજસ્થાને સંજુના બદલે રવીન્દ્ર જાડેજા પર ટ્રેડ કરવા માટે કહ્યું છે. પરંતુ બંને ટીમો શું નિર્ણય લે છે, તેના માટે થોડી રાહ જોવી પડશે, કારણ કે બીસીસીઆઈએ IPLની તમામ ટીમોને રિટેન્શન લિસ્ટ આપવાની છેલ્લી તારીખ ૧૫ નવેમ્બર નક્કી કરી છે.
CSK OFFICIAL ON SANJU SAMSON: (PTI).
– “Everyone knows we are interested in getting Sanju Samson. We have expressed our interest in procuring him in this trading window. RR is yet to confirm as their management said they are weighing the options. We are hopeful Sanju will play… pic.twitter.com/IFQ3ueZHfU
— Tanuj (@ImTanujSingh) November 10, 2025
સતત ૮ વર્ષનો સફર થઈ જશે સમાપ્ત
સંજુ સેમસન છેલ્લા ૮ વર્ષથી રાજસ્થાન રોયલ્સ માટે મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮ થી તે આ ટીમના કેપ્ટન છે. પરંતુ આ સિઝનમાં તે રાજસ્થાન સાથે પોતાનો સંબંધ તોડી શકે છે, કારણ કે તે હવે રાજસ્થાન સાથે રહેવા માંગતા નથી.
- વર્ષ ૨૦૧૮ પહેલાં પણ સંજુ વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૫ સુધી રાજસ્થાન માટે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
- અત્યાર સુધી IPLમાં ૧૭૭ મેચ રમી ચૂકેલા સંજુએ ૩૦.૯૪ ની સરેરાશ સાથે ૪૭૦૪ રન બનાવ્યા છે, જેમાં તેના નામે ૩ સદી ઉપરાંત ૨૬ અર્ધસદી નોંધાયેલી છે.

