હવે જલ્દીથી તમે તમારા ઘરે પેટ્રોલ મંગાવી શકો છો. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડે પાયલટ પ્રોજેક્ટના રૂપમાં આ શરૂઆત કરી છે. ચેન્નાઇના કોલાથુર સ્થિત પંપથી પેટ્રોલની ડિલીવરી શરૂ થઇ ગઇ છે. ફ્યૂલ એટ ડોર સ્ટેપના નામથી શરૂ કરવામાં આવેલી આ સુવિધઆ હેઠળ હાલ નોન કોમર્શિયલ ગ્રાહકોને પેટ્રોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જલ્દીથી એનો વિસ્તાર કરીને એને કોમર્શિયલ સ્તર પર દેશમાં વાગૂ કરવામાં આવશે.
આ સુવિધાની મદદથી ઓછામાં ઓછું 200 લીટર પેટ્રોલ મંગાવી શકાશે. જ્યારે એક વખતમાં પ્રતિવ્યક્તિ વધારેમાં વધારે મર્યાદા 2500 લીટર છે. આ સુવિધા હેઠળ ગ્રાહકોને માર્કેટ પાર્ઇસ પર જ પેટ્રોલ મળશે. જો કે 500 લીટર અથવા એનાથી ઓછું ફ્યૂલ લેવા પર પ્રતિ લીટર 1 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવશે. જ્યારે 500 થી 1000 લીટર ફ્યૂઅલ ઓર્ડર કરવા પર 50 પૈસા પ્રતિ લીટર ચાર્જ વસૂલાત કરવામાં આવશે. 1000થી વધારે પેટ્રોલ લેવા પર ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
ફ્યૂલ ડિલીવરી કરનાર ઇન્ડિયન ઓયલના આ વાહનમાં એક મોબાઇલ ડિસ્પેન્સર લાગેલું છે. આ ઉપરાંત એમાં 6000 લીટરની ફ્યૂલ ટેંક પણ હશે. આ ફ્યૂલ ટેંકમાં પેટ્રોલ ભરીને ડિલીવરી કરવામાં આવશે. જો કે આ સુવિધાનો ઉફયોગ કરવા માટે ગ્રાહકોને પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇજેશનથી ફ્યૂલ સ્ટોરેજનું લાયસન્સ લેવું પડશે. આ પહેલા માર્ચ 2018માં કંપનીએ પૂનામાં ડીઝલની એટ હોમ ડિલીવરી પણ શરૂ કરી હતી. તમે દેશભરમાં ક્યાંય પણ ડીઝલની હોમ ડિલીવરી માટે રિક્વેસ્ટ કરી શકો છો. ફ્યૂલની હોમ ડિલીવરી માટે રિપોઝ એપનો ઉપયોગ કરી શકાય છે. જો કે પેટ્રોલ માટે થોડી રાહ જોવી પડી શકે છે.