ભુજથી ૨૧.૦૦ કલાકે તેમજ ધારીથી ૧૯.૦૦ કલાકે દરરોજ ઉપડશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા પ્રવાસી માંગણી તેમજ પ્રવાસીઓના ઘસારાને અનુલક્ષીને ભુજથી ધારી વાયા રાજકોટ, ગોડલ અને બગસરાને જોડતી એ.સી. 2X2 બસ સેવા તા. ૧૦.૧૧.૨૦૨૫ સોમવારથી અમલમાં મુકવામાં આવશે જેનો લાભ પ્રવાસી જનતાને મળશે.

ભુજથી ધારી બસ દરરોજ ભુજથી સાંજે ૨૧.૦૦ કલાકે ઉપડી ધારી સવારે ૦૬.૪૦ કલાકે પહોંચશે તેમજ ધારીથી સાંજે ૧૯.૦૦ કલાકે ઉપડી ભુજ સવારે ૦૪.૪૫ કલાકે પહોંચશે. આ એ.સી. બસ સેવાનુઁ પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજથી ધારી રૂ. ૭૩૪ રાખવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા ચાલુ કરેલ એ.સી. 2×2 બસ સેવા ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટ, ગોંડલ, બગસરા થી ધારી રૂટ પર ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર તરફના પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે તેમજ આ સેવાની ટિકીટ એસ.ટી. દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકશે તેવું વિભાગીય નિયામક એસ.ટી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

