ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. ચાલુ ટ્રેને ફાયરિંગ કરીને જયંતી ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે. જયંતી ભાનુશાળી ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી છે. તેમને 2 ગોળી મારવામાં આવી છે. ભૂજથી દાદર જઈ રહેલી ટ્રેનમાં આ ઘટના બની છે.
ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો ભાજપના નેતા જયંતી ભાનુશાળી મુંબઈ તરફ ટ્રાવેલ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ 2 ગોળી મારીને હત્યા કરી નાખી છે. તેઓ સયાજી નગરી એક્સપ્રેસમાં AC કોચમાં ટ્રાવેલ કરી રહ્યા હતા. 19116 નંબરની ટ્રેનમાં કટારિયા અને સૂરજબારી સ્ટેશનની વચ્ચે આ ઘટના બની છે. જયંતી ભાનુશાળીને એક ગોળી આંખના ભાગે અને એક ગોળી છાતીના ભાગે વાગી હતી. મોડી રાત્રે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ ટ્રેનને માળિયા મિંયાણા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. હાલમાં તેમનો મૃતદેહ માળિયા મિંયાણાની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.