તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય ગઈ છે પોલીસનો ખૌફ રહ્યો નથી ધોળા દિવસે માથાભારે ઇસમો રોડ ઉપર લાકડી લઈ એક નિર્દોષ વ્યક્તિને ઢોરમાર મારે છે અને પોલીસ હજુ સુધી ફરિયાદ મળી નથી એમ જણાવી કાર્યવાહી કરતી નથી. સોનગઢમાં પ્રેમલગ્ન બાબતે થયેલી બબાલમા દીકરીના પિતાને જાહેરમાં ચારથી વધુ વ્યક્તિઓએ ઢોરમાર માર્યો હોવાનો વિડીયો વાઇરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
તાપી જિલ્લા પોલીસ વડા માત્ર વ્યારાની કચેરીમાં બેસીને જિલ્લાનો વહીવટ કરી રહ્યા છે હાલના તબક્કે સુરત રેન્જના અન્ય જિલ્લાની જેમ અંહી પણ પોલીસનો ખૌફ ગુનેગારોમાં રહ્યો નથી એક તરફ વ્યારામાં ભાજપ અગ્રણીઓ જ નગરમાં માથાભારે ઇસમનો ખૌફ હોવાનું જણાવી આવેદનપત્ર આપવા જાય છે તો બીજી તરફ સોનગઢમાં માથાભારે ભરવાડો જાહેરમાં લોકોને ઢીબી રહ્યા છે. અને પોલીસ ફરિયાદ લેવાની જગ્યાએ તમાશો જોય રહી છે. તાપી જિલ્લામાં ચાલતી ચર્ચા મુજબ જિલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી માત્ર મુખપ્રેક્ષક બનીને જિલ્લાનો કાયદો અને વ્યવસ્થા બાબતે મૌન બેસી રહ્યા છે. રવિવારના રોજ સોનગઢના જૂનાગામ વિસ્તારમાં રહેતા અને કાંદા બટાકાનો વેપાર કરતાં પ્રવીણભાઈ નામના વ્યક્તિની દીકરીએ અગાઉ પ્રેમલગ્ન કરી લીધા હોય અને ઉત્તરbભારતીય યુવાન આ યુવતીને ભગાડી ગયો હોય જે બાબતે પ્રવીણભાઈ યુવકના મિત્ર એવા સોનગઢના ભરવાડ યુવાનોને પૂછવા માટે સોનગઢના ક્રિષ્નામોલ ઉપર પહોંચી ગયા હતા. જે બાબતે ભરવાડ યુવાનોએ પ્રવીણભાઈને લાકડીના સપાટા વડે ઢોરમાર માર્યો હતો પ્રવીણભાઈ હાલ હોસ્પિટલ ભેગા થયા છે. જે રીતે માર મારવામાં આવ્યો છે તે જોતાં પોલીસે કાર્યવાહી કરવી જરૂરી હતી. પ્રવીણભાઈ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવાની પરિસ્થિતિમાં નથી જ્યારે આ ઘટનામાં પોલીસ મુખપ્રેક્ષક બની રહી છે. જિલ્લા પોલીસવડા સોનગઢના માથાભારે ભરવાડો સામે કાર્યવાહી કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રવીણભાઈ પર થયેલા હુમલાની ઘટનાનો વિડીયો વાઇરલ થતાં માથાભારે તત્વો તેમજ પોલીસ ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.