લોકસભાની ચૂંટણી પહેલા 10 ટકા આર્થિક અનામત આપીને સર્વણોને ખુશ કરનાર મોદી સરકારે હવે મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને ઈન્કમટેક્સમાં મોટી છુટ આપવાની અને હોમ લોનમાં રાહત આપવાની તૈયારી શરુ કરી છે.
કેન્દ્ર સરકાર 2019ના ઈન્ટરિમ બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે.ત્રણ સપ્તાહ બાદ મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલાનુ છેલ્લુ બજેટ રજુ કરશે.જેમાં ઈન્મટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત થઈ શકે છે.તેની સાથે સાથે બજેટમાં સંખ્યાબંધ પ્રોડક્ટસની કસ્ટમ ડ્યુટી ઓછી કરીને ગ્રાહકો તેમજ વેપારીઓને પણ રાહત આપવામાં આવે તેવી સંભાવના છે.
સરકાર મધ્યમવર્ગને ખુશ કરવા માગે છે કારણકે ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં મધ્યમવર્ગ મોદી સરકારથી નારાજ હોવાનુ દેખાઈ આવ્યુ હતુ.