સેલવાસમાં એસ.એસ.લોજીસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં પખવાડિયા પહેલાં સવારે કામદાર કંપનીના મશીન ઉપર કામ કરતો હતો. અકસ્માતે તેનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો. અકસ્માતમાં તેના જમણા હાથની બે આંગળીઓ કપાઈ ગઈ હતી.
આલમ અન્સારીને સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમાં મોટી સર્જરી માટે દાખલ કરાયો હતો. તેનું ઓપરેશન ડો.ઘીસુલાલ ચૌધરીએ કર્યું હતું. પ્લાસ્ટીક સર્જન છે. ૩૨ વર્ષીય રામસુરીમણ પાલના એક હાથની ઉપરનો અને મધ્યમા આંગળી આખી દુર્ઘટનામા કપાઈને અલગ થઇ ગઇ હતી. ડો.ઘીસુલાલ ચૌધરી અને એમની સર્જનની ટીમે દર્દીનુ ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. પ્લાસ્ટિક સર્જરી દ્વારા આંગળીઓનું પ્રત્યારોપણ કરવાનું નક્કી કરાયું હતું.
ઈલાજ દરમ્યાન જાણવા મળ્યુ કે વચલી આંગળીની લોહીની નળી એકદમ ખરાબ થઇ ગઈ હતી. લોહીનુ વહન થતુ નહતું. એટલે આ આંગળીને ફરી જોડવી શક્ય નહતી. જોકે, પહેલી આંગળીને સફળતાપુર્વક જોડવામાં આવી હતી. આંગળીની લોહીની નળીને માઇક્રો સર્જરી કરીને જોડી હતી. આ ઓપરેશન ૭કલાક ચાલ્યુ હતુ. ઓપરેશન બાદ રામસુમીરણ પાલની આંગળીમાં સફળતા પૂર્વક લોહીનું વહન શરુ થઇ ગયું હોવાનું પણ જોવા મળ્યું હતું. એટલે, તબીબોને એક આંગળી જોડવામાં સફળતા મળી હતી.