ભારતની રાજધાની પર હુમલો: દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટોનો રેકોર્ડ
25 મે 1996: લાજપત નગર સેન્ટ્રલ માર્કેટમાં બોમ્બ વિસ્ફોટ – 16 લોકોના મોત થયા.
1 ઓક્ટોબર 1997: સદર બજાર પાસે 2 બોમ્બ વિસ્ફોટ – 30 ઘાયલ.
10 ઓક્ટોબર 1997: શાંતિવન, કૌડિયા પુલ અને કિંગ્સવે કેમ્પ વિસ્તારોમાં 3 વિસ્ફોટ – 1નું મોત, 16 ઘાયલ.
18 ઓક્ટોબર 1997: રાની બાગ માર્કેટમાં બેવડા વિસ્ફોટ – 1નું મોત, 23 ઘાયલ.

26 ઓક્ટોબર 1997: કરોલ બાગ બજારમાં બે વિસ્ફોટ – 1નું મોત, 34 ઘાયલ.
30 નવેમ્બર 1997 : લાલ કિલ્લા વિસ્તારમાં બે વિસ્ફોટ – 2 લોકોના મોત, 70 ઘાયલ.
30 ડિસેમ્બર1997 : પંજાબી બાગ નજીક બસ વિસ્ફોટ – 4 લોકોના મોત, 30 ઘાયલ.
18 જૂન, 2000 : લાલ કિલ્લા પાસે બે વિસ્ફોટ – 2 લોકોના મોત, એક ડઝનથી વધુ લોકો ઘાયલ.
16 માર્ચ, 2000 : સદર બજારમાં વિસ્ફોટ – 7 ઘાયલ.
27 ફેબ્રુઆરી 2000 : પહાડગંજમાં વિસ્ફોટ – 8 ઘાયલ.
14 એપ્રિલ 2006 : જામા મસ્જિદમાં 2 વિસ્ફોટ – 14 ઘાયલ.
22 મે 2005 : લિબર્ટી અને સત્યમ સિનેમા હોલમાં 2 વિસ્ફોટ – 1નું મોત, 60 ઘાયલ.

29 ઓક્ટોબર 2005: સરોજિની નગર, પહાડગંજ અને ગોવિંદપુરીમાં 2 વિસ્ફોટ – લગભગ 59-62 લોકોના મોત, 100થી વધુ ઘાયલ.
13 સપ્ટેમ્બર 2008 : કરોલ બાગ (ગફ્ફર માર્કેટ), કનોટ પ્લેસ અને ગ્રેટર કૈલાશ-1માં 5 વિસ્ફોટ – 20-30 લોકોના મોત, 90થી વધુ લોકો ઘાયલ.
27 સપ્ટેમ્બર 2008: મહેરૌલીના ફ્લાવર માર્કેટ (સરાઈ)માં વિસ્ફોટ – 3ના મોત, 23 ઘાયલ.
25 મે, 2011 : દિલ્હી હાઈકોર્ટના પાર્કિંગમાં વિસ્ફોટ – કોઈ જાનહાનિ નહીં.

